________________
પ્રબંધ ચિંતામણિ તાની પુતળી લઈને હું આખે દિવસ અને રાત ભટ. પણ કોઈએ તેને લીધી નહિ. એટલું જ નહિ પણ મને ઉલટ ધમકાવ્યો. આ નગરીનું આ કલક જેવું છે, તેવું આપને જણાવીને (બીજે) જવાની રજા માગું છું. એજ વખતે આ બાબતને પિતાના નગરનું મોટું કલંક ગણીને તેને એક લાખ દીનાર૨૦ આપીને રાજાએ પિતે એ લેઢાની પુતળીને ખજાનામાં મુકાવી. પછી તેજ રીતે રાજા નીરાતે સુતા હતા, ત્યાં રાતના પહેલા પહેરમાં હાથીએની અધિષ્ઠાત્રી દેવતાએ, ૨૧ પ્રત્યક્ષ આવીને કહ્યું કે “આપે દરિદ્રતાની પુતળી ખરીદેલી હોવાથી મારે અહીં રહેવું યોગ્ય નથી.” બીજે પહેરે ઘોડાની અધિષ્ઠાત્રી દેવતાએ તથા ત્રીજે પહેરે લક્ષ્મીએ પ્રગટ થઈને એજ પ્રમાણે કહ્યું અને રાજાના સાહસને ભંગ ન થાય માટે રજા લઇને તે તે દેવતાઓ ગયાં. પછી એથે પહેરે દિવ્ય તેજોમય સ્વરૂપવાળો એક ભવ્ય પુરૂષ પ્રગટ થયો અને તારામાં તારા જન્મથી રહેલે હું સત્વ નામને છું પણ હવે જવાની રજા માગું છું.” તેણે આમ કહેતાંજ, રાજા હાથથી તરવાર ખેંચીને જ્યાં પોતાના ઉપર ઘા કરવા જાય છે ત્યાં રાજાને હાથ પકડીને “તમારા ઉપર હું પ્રસન્ન થયો છું” એમ કહીને તે સાવજ રોકાઈ ગયો. એટલે હાથીઓની અધિષ્ઠાત્રી વગેરે ત્રણે દેવતાઓ પાછાં આવ્યાં અને કહ્યું કે “જવાને સંકેત તેડીને સર્વે અમને છેતર્યા છે પણ હવે (સવ નથી જતે એટલે ) અમારે જવું યોગ્ય નથી” આ રીતે તેઓ પણ પ્રયત્ન વગર જ રહ્યાં. આ રીતે વિક્રમાદિત્યના સવનો પ્રબંધ પૂરો થ. ૨૩
૫ વળી એક વખત સભામાં શ્રી વિક્રમરાજા બેઠા હતા ત્યાં ૨૪ સામુદ્રિક શાસ્ત્ર જાણનાર કે પરદેશીને દ્વારપાળે દાખલ કર્યો. આ પરદેશીએ
૨૦ દીનાર શબ્દ કશ્મ માટે જ વપરાયો લાગે છે. જુઓ ટિ. ૧૬ ગ્રંથાર્તા આ શબ્દ શિથિલ રીતે વાપરે છે.
૨૧ હાથીનું લશ્કર, ઘેડાનું લશ્કર એ રીતે જૂના કાળમાં લશ્કરના વિભાગે હતા, અહીં હાથી અને ઘોડાની અધિષ્ઠાત્રી દેવતા કહેલ છે તેને તે લશ્કરની સમજવી, મતલબ કે એ દેવતા જવાથી એ જાતના લશ્કરી બળને નાશ થયો.
૨૨ સત્ત્વને અર્થ ટેનીએ courage કર્યો છે. પણ હિંમત, સાહસિપણું, ઉદારતા વગેરે અનેક ગુણે જેમાં સમાઈ જાય એવા ચિત્તના એક તેજવી ધર્મ માટે આ શબ્દ વપરાય છે. સત્ત્વને અર્થ બુદ્ધિ તથા સમગ્ર અંતઃકરણ પણ થાય છે.
૨૩ આ પ્રબંધ પણ જૈન સિંહાસન દ્વાચિશિકામાં મળે છે. ૨૪ શરીરના અમુક ચિન્હો જોઈને તેનું ભાગ્ય પારખવાનું શાસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org