________________
પરચુરણ પ્રબંધ એક મંત્ર આપ્યો, અને તેણે તે પછી કાળી ચૌદશની મધરાતે તે મંત્રના જપથી કપર્દી યક્ષનું પ્રત્યક્ષ દર્શન કર્યું, એટલે તેની પાસે ગુરૂએ શીખવ્યા પ્રમાણે “ચાતુર્માસિક સમયે ફુલના ચેસર હારથી કરેલી પૂજાના પુણ્યનું ફળ આપે” એમ માગ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે “એક કુલથી કરેલી પૂજાનું પણ ફળ સર્વત જ આપી શકે છે, હું આપવા સમર્થ નથી. પરંતુ તે શેઠીઆને પિતાને સાધર્મિક ગણીને અસાધારણ પ્રેમવાળા સંબંધને લીધે તેના ઘરમાં ચારે ખુણામાં સુવર્ણથી ભરેલા ચાર કળશ મુકી પતે અંતધ્ધન થઈ ગયો. તેણે સવારમાં પિતાને ઘેર આવીને ધર્મ દાનમાં પરાયણ એવા પિતાના પુત્રોને તે દ્રવ્ય આપ્યું. અને તેઓએ આ વૈભવ કેવી રીતે મળે એમ આગ્રહથી પોતાના પિતાને પૂછયું ત્યારે તેઓના હૃદયમાં ધર્મપ્રભાવને ઉદય થાય એ હેતુથી “જિન પૂજાના પ્રભાવથી સંતુષ્ટ થયેલા કપર્દીયક્ષે આ આખું” એમ કહ્યું. તેઓએ પણ સંપત્તિ મળતાં તે પિતાના જન્મસ્થાનમાં પિતાના ધર્મનાં સ્થાને ઉભાં કરીને જૈનધર્મની વિવિધ પ્રભાવના દ્વારા પરધર્મીઓના મનમાં પણ જૈન ધર્મને દ્રઢ કર્યો.
આ રીતે વીતરાગની પૂજાને ધનદપ્રબંધ પુરો થયે.
આ રીતે આચાર્યશ્રી મેરૂતુંગે રચેલા પ્રબંધ ચિંતામણિને વિક્રમાદિત્યે કરેલ પાત્ર પરીક્ષા પ્રબંધથી આરંભી શ્રીજિનપૂજા વિષે ધનદ પ્રબંધ સુધીના વર્ણનવાળે પ્રકીર્ણક પ્રબંધ નામને પાંચમો પ્રકાશ પૂરે થયો.
(૩૧) બહુશ્રુત અને ગુણવાન વૃદ્ધો મોટે ભાગે દુર્લભ થઈ ગયા છે અને શિષ્યોમાં પ્રતિભા ન હોવાથી ઉંચા પ્રકારનું શ્રત લુપ્ત થતું જાય છે માટે ભવિષ્યમાં થનારા બુદ્ધિશાળી માણસો ઉપર પરમ ઉપકાર કરવા માટે સપુરૂષના પ્રબંધને ગુંથીને અમૃતના સદાવ્રત જેવો આ ગ્રન્થ રચ્યો છે.
(૩૨) પ્રબન્ધને આ ચિન્તામણિ હાથમાં લેવાથી ચિન્તામણિરૂપ થાય છે, લાંબે વખત પાસે રાખવાથી સ્યમંતક મણિરૂપે ભાસે છે અને હૃદયમાં રાખવાથી શુદ્ધ કૌસ્તુભમણિની શોભા ધારણ કરે છે, તેથી આ ગ્રન્થને લીધે ડાહ્યો માણસ લક્ષ્મીપતિ (વિષ્ણુ) જેવો થઈ જાય છે.
(૩૩) હું મન્દબુદ્ધિવાળો હોવા છતાં જેવા સાંભળ્યા તેવા પ્રબંધથી આ ગ્રન્થની સંક્લના કરી છે. માટે બુદ્ધિવાળા સજજનોએ મત્સર દૂર કરીને તેને ઉંચે ચડાવ.
આને લોકો કપડી જખ (સ કદચક્ષ) કહે છે. કપદયક્ષ દ્વારપાળ ગણાય છે, (જુઓ કી. કે. સ, ૯ શ્લે. ૨૨ ઉપરની ટિપ્પણું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org