________________
૨૬૨
પ્રબંધ ચિંતામણી
૨૬ એક વખત એક કાપડી સામેશ્વરની યાત્રા કરવા જતાં રસ્તામાં લુહારના ઘરમાં એક રાત સુતા હતા, ત્યાં તે લુહારની સ્ત્રીએ પેાતાના ધણીને મારી નાખી એ તરવાર પેલા કાપડીના માથા આગળ મુકી ખુમાજીમ પાડી મુકી, તરત જ સિપાઇઓ દ્વાડી આવ્યા અને ગુન્હેગાર તરીકે તેને પકડી તેના હાથ કાપી નાખ્યા. આથી તે કાપડી મનમાં દેવને ધ્રુષ દેવા લાગ્યા, ત્યારે શંકરે રાતમાં પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે “ સાંભળ ! તારા આગલા જન્મમાં એક બકરીના એક ભાઈએ કાન પકડી રાખ્યા અને બીજા ભાઇએ તેને મારી નાખી. તે બકરી મરીને આ બાઈ રૂપે જન્મી; જેણે તેને મારી હતી તે આ જન્મે તેના ધણી થયા અને તેં તેના કાન પકડયા હતા, તેથી તારા મેળાપ થતાં તારા હાથ કપાયા; તેમાં મારે શું દોષ ?” આ પ્રમાણે કૃષાણિકા પ્રખધ પુરા થયા.
હેલાં શંખપુર નગરમાં શ્રી શંખ નામે રાજા થઇ ગયા. તેના શહેરમાં નામ અને કર્મમાં ધનદ ( ધન આપનાર ) નામના એક શેઠીએ રહેતા હતા. લક્ષ્મીને હાથીના કાનના સુપડા જેવી ચંચળ જાણીને તે એક દિવસ હાથમાં કાંઇક ભેટ લઈને રાજા પાસે ગયા અને તેને ખુશી કર્યા. આથી રાજાએ ભેટ આપેલી જમીનમાં, પેાતાના ચારે પુત્રો સાથે વિચાર કરીને, શુભ મુર્તમાં તેણે એક જૈન મંદિર બંધાવ્યું. અને તેમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓની સ્થાપના કરી તેના નિભાવ માટે આવકનાં ઘણાં સાધના ઉભાં કયાં. પછી તેની સેવામાં લાગી રહેલા તે શેઠે અનેક જાતનાં પુષ્પવૃક્ષેાવાળા સુંદર બગીચા કરાવ્યેા અને તેના ઉપર વ્યવસ્થાપકા નીમ્યા. આ અરસામાં તેના પૂર્વજન્મનાં વિધ્નકારક કર્મના ઉદય થવાથી ક્રમે કરીને તેની લક્ષ્મી હરાઇ ગટ્ટ અને કરજ થઇ જવાથી ત્યાં રહેવામાં માન હાનિ જાણીને નજીકના એક નાના ગામમાં રહેવા લાગ્યા. અને ત્યાંથી શહેરમાં આવે જાય તથા દીકરાઓ માકલે તેમાંથી પેાતાના નિર્વાહ કરે એ રીતે કેટલાક કાળ ગયા. એક વખત ચાતુર્માસિક પર્વે પાસે આવતાં, તે ધનદ શેઠ શંખપુરમાં ગયે અને ત્યાં પુત્રો સાથે પેાતાના મંદિરનાં પગથી ચડતા હતા ત્યાં પોતાના બગીચાની માળણે આવીને ચેાસર હાર ભેટ કર્યું આથી પરમ આનંદમાં આવી જઇ જિતેન્દ્રની તે હારથી પૂજા કરી પછી રાતે ગુરૂ આગળ પેાતાની ખરાબ સ્થિતિની ખૂબ નિન્દા કરી એટલે ગુરૂએ ૫ કપર્દી યક્ષને આકર્ષવાન
૩૫ કપદીયક્ષના ઉલ્લેખ આ ગ્રંથમાં ઘણીવાર આવે છે. ધણાં જૈન મદિરમાં કંપીયક્ષની મૂતિ–માથુ બળદનું અને બાકીનું શરીર માણસનું એવી—હાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org