________________
પરચુરણ પ્રબળે
૨૬૧ બપ્પભટ્ટસૂરિ વ્યાખ્યાન કરતા હતા એ વખતે શ્રીસંઘને કહ્યું કે “રેવતકતીર્થમાં દિગબર સ્થિર થઈ બેઠા છે અને તેઓ સિતાંબરને પાખંડી ગણીને પર્વત ઉપર ચડવા નથી દેતા. માટે તેઓને જીતીને તીર્થને ઉદ્ધાર કર્યા પછી, પિતાના ધર્મની પ્રતિષ્ઠા જાળવનારા સૂરિઓએ વ્યાખ્યાન કરવા બેસવું જોઈએ.” આ તેના વચનરૂપ લાકડાંથી જેને ક્રોધાગ્નિ સળગી ઉઠયો છે એવા તે આચાર્ય ત્યાંના રાજાને સાથે લઈ ગિરનાર નજીક આવ્યા અને સાત દિવસ સુધી વાદ કરીને દિગંબરોને હરાવ્યા. પછી શ્રી સંઘના દેખતાં શ્રીઅમ્બિકાનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં તથા “ઉજજયની (ગિરનાર) પર્વત ઉપર કરેલો એક નમસ્કાર પણ” વગેરે દેવીને મેઢેથી સંભળાવ્યું. આ રીતે શ્વેતાંબર માર્ગની સ્થાપના થતાં હારેલા દિગંબરોએ બલાનક (દેવમંદિરના પ્રવેશદ્વાર ઉપર આવેલા) મંડપ ઉપરથી ઝંપાપાત કરીને આપઘાત કર્યો. આ રીતે ક્ષેત્રાધિપતિઓની ઉત્પત્તિને પ્રબંધ પૂરે થ.૩૩
એક વખત પાર્વતીએ શંકરને પૂછ્યું કે “તમે તે કેટલાક કાપડી (તમારા ભકત)ને રાજય આપે છે?” ત્યારે શંકરે જવાબ આપ્યો કે લાખમાં જે કોઈ એકને યાત્રાની સાચી વાસના ભકિત હોય તેને હું રાજ્ય આપું છું અને તેને પ્રત્યક્ષ પુર બતાવવા માટે પાર્વતીને કીચડમાં ખૂચી ગયેલ ઘરડી ગાયરૂપ બનાવી પિતે માણસરૂપે કીચડની હાર ઉભા રહ્યા અને પછી રસ્તે જતાં માણસને એ ગાયને બહાર કાઢવા માટે બોલાવવા લાગ્યા. પણ પાસે આવેલા સોમેશ્વરમહાદેવનાં દર્શન કરવા માટે ઉતાવળમાં જતા આ લોકો મોટે ભાગે તેની મશ્કરી કરી ચાલ્યા જતા હતા. કદાચ કઈ માણસ દયા લાવી ગાયને કાઢવા આગળ જાય તે તેને શંકર પોતે જ સિંહનું રૂપ ધારણ કરી બહીવરાવી કાઢી મૂકતા હતા. પણ એક યાત્રાળુ એવો આવ્યો કે જેણે મરણ થાય તે ભલે થાય પણ ગાયનું પડખું છોડયું નહિ. “આ એકજ રાજ્યને યોગ્ય છે” એમ શંકરે પાર્વતીને બતાવ્યું. - આ રીતે વાસના પ્રબંધ પૂરો થયો.૩૪
૩૩ આ પ્રબંધમાં જેનો ઉલ્લેખ આવે છે તે શ્રી બપ્પભદિસૂરિને પ્રબંધ ચતુર્વિશતિ પ્રબંધમાં (જુઓ ૯ મે પ્રબંધ) તથા પ્રભાવકચરિત (પ્રબંધ નામો) માં મળે છે.
૩૪ આ વાસના પ્રબંધવાળી કથા સિંહાસન દ્વાત્રિશિકામાં મળે છે. ચંદ્રકાન્તમાં શેડા ફેરફારથી આ વાર્તા વિસ્તારને આપેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org