________________
પ્રબંધ ચિ'તામણી
આ પ્રમાણે ખેલીને ધનની એક જ ગતિ જણાવી. આ ભર્તૃહરિએ વૈરાગ્યશતક વગેરે ગ્રન્થા રચેલા છે.
૨૫૮
આ પ્રમાણે ભર્તૃહરિ ઉત્પત્તિ પ્રબંધ પૂરા થયા.૩૦
૨૩ માળવાના ભૂષણુરૂપ ભાજરાજના આયુર્વેદ જાણનાર વાગ્ભટ વેદ્ય ધારા નગરીમાં રહેતા હતા. તે આયુર્વેદમાં કહેલાં કુપથ્યાનું સેવન કરાવીને, એના પ્રભાવથી રાગ ઉત્પન્ન કરીને, પછી તે ઊગાનું શમન કરવા માટે સુશ્રુતમાં કહેલાં ઔષધ તથા પથ્થાનું સેવન કરાવી એ રાગાને દૂર કરતા હતા. પાણી વગર કેટલા વખત જીવી શકાય એની પરીક્ષા કરવા માટે પાણીના ત્યાગ કરીને ત્રણ દિવસને અન્તે તરશથી જેનાં હાઠ અને તાળવું પીડાતાં હતાં એવા તેણે આ વચન કહ્યું:—
(૨૬) ક્યારેક ઉઠ્યું, ક્યારેક ટાઢું, ક્યારેક ઉકાળીને ઠારેલું, અને ક્યારેક ઔષધાવાળું પાણી લેવાય; પણુ ક્યારેય પાણી તદ્દન નિષિદ્ધ નથી.
આ પ્રમાણે પાણીના ગુણુ દેખાડનારૂં વચન તે મેલ્યા. તેણે પેાતાના અનુભવના વાગ્ભટ નામના ગ્રન્થ રચ્યેા છે.૩૧ આના જમાઈ જેનું લઘુ
૩૦ એક મેટા વૈચાકરણ ભર્તૃહરિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે, અને એના વ્યાકરણ ગ્રન્થ ઉપરથી એને સમય ઈ. સ. ૬૫૧ નક્કી કરવામાં આવ્યા છે. વૈરાગ્ય શતકાર્દિશતકા એ ભતૃ હિરનાંજ રચેલાં છે. એવું મનાય છે. ભટ્ટીકાવ્ય પણ એનીજ કૃતિ ગણાય છે. આ જોતાં વિક્રમ સંવતને જેનાથી આરંભ થયા એમ કહે છે તે વિક્રમાદિત્યને ભર્તૃહરિનેા ભાઈ કરાવવામાં દંતકથા ભૂલે છે.
૩૧ આયુર્વેદિક સાહિત્યમાં વાગ્ભટ નામથી ત્રણ ગ્રન્થા પ્રસિદ્ધ છે (૧) અષ્ટાંગ સગ્રહ, કે વૃદ્ધે વાગ્ભટ (૨) અષ્ટાંગહૃદય અને (૩) રસરત્ન સમુચ્ચય, આ ત્રણે એકજ અન્યકર્તાની કૃતિઓ છે. એવું પર'પરાથી મનાય છે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એ માન્યતા ખાટી છે. રસરત્ન સમુચ્ચય ગ્રંથ ઇ. સ. ૧૩ મા શતકના ગ્રન્થ છે. એ ગ્રંથના કર્તા હેલા એ ગ્રન્થાના કર્તા કે કર્તાઓથી જુદો હોવાનું તેા થેડી પણ ઐતિહાસિક દૃષ્ટિ જેનામાં હેાય તે કબુલ જ કરે છે. અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગ હૃદયના કર્તા એકજ છે એવું કેટલાક તજજ્ઞ વિદ્વાનો માને છે; જ્યારે ખીન્ન એચને જુદા ગણે છે. અષ્ટાંગ સંગ્રહુકારી વાગ્ભટ વરાહમિહિર વ્હેલાં અર્થાત્ ઇ. સ. ૬૦૦ × હેયાં થઇ ગયા હેાવા જોઇએ. (જીએ આયુવેંદ વિજ્ઞાન પુ. ૩ પૃ. ૩૫૮, ૩૫૯ ) ચીનાઈ મુસાફર ઇત્સંગ વ્હેલાં તે ઘણા સમથી મનાય છેજ. મેં પેતે અષ્ટાંગ હૃદયના કર્તાને અષ્ટાંગ સંગ્રહના કર્તાથી જીંદા માનવાના મત બેય ગ્રન્થાનાં સદ્ભુતનાં પ્રકરણા સરખાવીને આપ્યા છે. ( જીએ આયુર્વેદનાં દાનિક તથા સત્ત સબંધી પ્રરણાના અભ્યાસ પ્રુ. ૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org