________________
પરચુરણ પ્રધા
૨૫૦
પકડી રાખી હેાડી મળતાં તેમાં ખેસી પ્રત્યક્ષ દર્શન આપનાર ઇષ્ટદેવ ગણેશને પ્રણામ કરતાં તેના સાહસથી સંતુષ્ટ થયેલા ગણપતિએ “વરદાન માગી લે” એમ કહેતાં તેણે પાણિનિ વ્યાકરણના ઉપદેશ આપવાનું માગ્યું. ગણુપતિએ ‘ ભલે’ એમ કહી તેને ખડી આપી હમેશાં વ્યાકરણનું વ્યાખ્યાન કરવા માંડયું. છ મહિના સુધી વ્યાકરણ દ્રઢ રીતે ભણ્યા પછી ગણપતિની ઝટ રજા લઇ પેાતાની ( વ્યાકરણના વ્યાખ્યાનની ) લખેલી પહેલી પ્રત હાથમાં લઇ ( ઉજ્જૈન ) શહેરમાં પ્રવેશ કરીને શહેરની કાઇ ખુલ્લી જગ્યામાં બેઠાં બેઠાં જ ઉંઘી ગયેા. પછી સવારે તેને એ સ્થિતિમાં જોઇ કાઇ વેશ્યાની દાસીએએ પાતાની શેઠાણીને આ વાત કરી એટલે તેણે તેને દાસીએ મારફત તેડાવી એમને એમજ ઝુલતા પલંગ ઉપર સુવારી દીધા. ત્રણ દિવસ અને ત્રણ રાત સુઈ રહ્યા પછી જરા ઉંધ ઉડતાં તેણે જોયું તે ચિત્રશાળા વગેરે આશ્ચર્યકારક ચિત્ર જોઈને પોતે સ્વર્ગમાં આવ્યા છે કે શું એમ વિચારમાં પડયા; ત્યાં તે વેશ્યાએ બધી વાત જણાવી સ્નાન, પાન, ભેાજન વગેરેથી તેને ખુશી કર્યા. પછી તે બ્રાહ્મણ રાજાની સભામાં ગયા અને પાનિ વ્યાકરણનું બરાબર વ્યાખ્યાન કર્યું એટલે રાજા વગેરેએ તથા રાજાના સર્વ પંડિતાએ તેના સારી રીતે સત્કાર કર્યાં. અને ભ્રાહ્મણે ત્યાંથી જે મળ્યું તે બધું લઈ આવીને તે વૈશ્યાને આપ્યું.
આ પછી તેણે ચાર વર્ણની ચાર સ્ત્રી કરી, તેમાંથી ક્ષત્રિય પત્નીથી વિક્રમાદિત્યના જન્મ થયા, અને શૂદ્ર સ્ત્રીથી ભર્તૃહરિના જન્મ થયા. તે ભતૃહિર આ રીતે હલકી જાતિને હાવાથી તેને ધરના ભોંયરામાં રાખી છાની રીતે ભણાવવામાં આવતા અને બાકીના ત્રણને સામે ખેસારીને ભણાવવામાં આવતા. એક વખત ભતૃહિરના સંકેતવડે ખાકીનાને ભણાવતાં તેણે નીચેનું વચન કહ્યું:~
(૨૪) પૈસાની દાન, ભાગ અને નાશ એ ત્રણ ગતિ છે.
આ પ્રમાણે ભણાવતાં ભર્તૃહરિએ ભોંયરામાંથી દેરડી હલાવી સંકેત ન કર્યાં, અને બાકીના સામે બેઠેલા ત્રણે છાત્રાએ એ શ્લાકના બાફીને ઉત્તરાર્ધ પૂછ્યા એટલે કાપેલા ઉપાધ્યાયે “ અરે વેશ્યાના હેકરા ! હજી દોરડીના સંકેત કેમ નથી કરતા ?” આ પ્રમાણે ક્રોધ કરીને કહ્યું એટલે ભતુંહરિએ સામે આવી શાસ્ત્રકારની નિન્દા કરી નીચે પ્રમાણે આખા લેાક કો:
(૨૫) ઘણા શ્રમ કરવાથી મળેલું અને પ્રાણથી પણ વધારે મોટું જે ધન તેની તેા દાન એ એક જ સાચી ગતિ; બાકી તા વિપત્તિ સમજવી.
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org