________________
પરચુરણ પ્રબંધ
વાહડ (વાગભટ) નામ હતું તે પિતાના સસરા મોટા વાહડ સાથે એક દિવસ સવારે રાજમહેલમાં ગયા હતા. ત્યાં ભેજના શરીરની સ્થિતિ જોઇને મોટા વાહડે કહ્યું કે “આજે આપ નીરોગી છે” ત્યારે નાના વાહડે મોટું બગાડયું, એ જોઈને શ્રી ભેજે કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપે કે “આજની રાતના છેવટના ભાગમાં મહારાજાના શરીરમાં કાળી છાયાના પ્રવેશથી સૂચિત રાજયશ્માને પ્રવેશ થયે છે” આ પ્રમાણે દેવની કૃપાથી તેણે ઈન્દ્રિયોથી ન જણાય એવી વાત કરી; એટલે એની કળાથી ખુશી થયેલા રાજાએ તેને ઉપાય પૂછે. ત્યારે તેણે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને રસાયન તૈયાર કરવું પડે” એમ જવાબ આપ્યો. અને છ મહિને તેટલા પૈસો ખરચીને પરમ આદરથી એ રસાયન તૈયાર કર્યા પછી રાતે તેને કાચના શીશામાં ભરી રાજાના પલંગમાં રાખી મુકવું. સવારે દેવપૂજા પછી તે રસાયન ખાવાની ઈચ્છાથી રાજાએ રસાયન પૂજને ઉત્સવ કરી તે ખાવાની જ્યાં બધી સામગ્રી તૈયાર કરી ત્યાં નાના વાહડે ગમે તે કારણથી તે શીશાને જમીન ઉપર પછાડી ભાંગી નાખ્યો. રાજાએ “અરે આ શું કર્યું ?” એમ પૂછયું, ત્યારે તેણે જવાબ આપ્યો કે “ રસાયનની સુગંધથી જ રોગ દૂર થઈ ગયા પછી, રોગ ન હેય ને ખાવામાં આવે તે વાતને ક્ષય કરે એવાં આ રસાયનને નકામું શા માટે સાચવી રાખવું? આજની રાત પૂરી થઈ તે વખતે જ પહેલાં કહેલી કાળી છાયા મહારાજાના શરીરમાંથી નીકળીને દૂર ચાલી ગઈ દેખાય છે. પછી તે એ બાબતમાં મહારાજા કહે તે સાચુ.” આ પ્રમાણેના તેની અનુભવથી સાચી ઠરેલી વાત સાંભળી ખુશી થયેલા રાજાએ તેને દરિદ્રતાને નાશ કરે એવું ઇનામ આપ્યું.
હવે આ વૈધે પૃથ્વી ઉપર ઉખેડી નાખેલા બધા રોગોએ સ્વર્ગમાં જઈ અશ્વિનીકુમાર પાસે પિતાની હારની વાત કરી. આ વાતથી મનમાં ચકિત થયેલા તે દેવ વૈદ્યો આસમાની રંગનાં બે પક્ષીનું રૂપ ધારણ કરી રોગના શત્ર રૂપ વાગભટના મહેલના ગેખ તળે ઝરૂખામાં બેસી જાહ-નીરોગી કોણ૩૨ એ શબ્દ કરવા લાગ્યાં. આથી તે આયુર્વેદ જાણનાર વૈદ્ય પાસેથી આવતા તેના આ શબ્દને સાભિપ્રાય માનીને, મનમાં લાંબો વખત વિચાર કરી નીચે પ્રમાણે જવાબ આપે.
(૨૭) જે શાક ઓછું ખાય, ભાત સાથે ઘી ખાય, દૂધના પદાર્થો
૩૨ મેઢે ચાલતી દંતકથામાં એમ સાંભળ્યું છે કે છ ના જવાબમાં મિતમુ હિતમુ મરા મુજ (૧) ડું ખાય, હિતકારી ખેરાક ખાય અને શાક બિછું ખાય એમ વાક્ષટે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org