________________
પરચુરણ પ્રબંધ
૨૨૫ શાન થઈ ગયું છે એવા મલ્લે શ્રી શિલાદિત્યની રજા લઈને બૌદ્ધાના મઠમાં “ખડ અને પાણી ફેંકાવીને રાજાની સભામાં પહેલાં જ કરાર કરીને (વાદ શરૂ કર્યો, અને તેના કંઠમાં અવતરેલાં શ્રી સરસ્વતી દેવીના બળથી થડા વખતમાં જ શ્રી મલે બૌદ્ધોને નિરૂત્તર કરી દીધા. એટલે રાજાની આજ્ઞાથી બૌદ્ધોને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યા, અને જેને આચાર્યોને બેલાવવામાં આવ્યા. અને તે મલ્લ બૌદ્ધોને જીતેલા હોવાથી વાદી (મલવાદી) કહેવાવા લાગ્યા. એ પછી રાજાની પ્રાર્થનાથી ગુરૂએ તેને ઇનામમાં સૂરિપદ આપ્યું. આ શ્રી મલ્લવાદી સૂરિ નામના ગણધર જૈન ધર્મના પ્રભાવક હોવાથી તેમની નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ પ્રગટ કરેલ શ્રીસ્તંભનક તીર્થની વિશેષ ઉન્નતિ કરવા માટે ત્યાં ચિત્તાયક તરીકે જના કરી.
આ પ્રમાણે મલવાદિ પ્રબંધ પુરો થ.૩
૫ હવે મરૂમંડળ (મારવાડ) માં એક નાના ગામડામાં કાકૂ અને પાતાક નામના બે ભાઈઓ રહેતા હતા. તેમાંથી નાને (પાતાક) ભાઈ પૈસાવાળા હતું અને માટે તેના ઘરના ચાકર પેઠે રહેતા હતા. એક વખતે ચોમાસાની મધરાતે આખો દિવસ કામ કરીને થાકી ગએલો કા સુતો
૧ તૃળો – ખડ અને પાણી (એક વાસણમાં ) ભરીને ફેંકવું કે સામાના બાર આગળ ઢળવું એ વાદ કરવા માટે આહાન રૂ૫ ગણાતું એમ લાગે છે. આજ ગ્રન્થમાં ત્રીજા પ્રકાશમાં શ્રી દેવસૂરિના પ્રબંધમાં પણ આ તૃણોદક(ખડ અને પાણી) ફેકવાને ઉલેખ આવે છે.
૨ આ સ્તંભન કે સ્થંભન તીર્થ એટલે ખંભાત નહિ પણ ખેડા જીલ્લામાં આણંદ તાલુકામાં ઠાસરાથી દશ મિલ છેટે શેઢી નદી ઉપર આવેલું થાંના કે થાંભણ, એમ બુલ્હર ( Arisinha p. 75 માં ) કહે છે તે બીજા તફાને પણ માન્ય છે.
૩ આ મલ્વવાદી સૂરિને પ્રબ ધ પ્રભાવક ચારતમાં તેમજ ચતુર્વિશતિ પ્રબંધમાં મળે છે. વલભીપુરમાં વલભી રાજ્ય કાળમાં જૈને અને બ્રાદો બેય વસતા હોવાનું બીજાં ઐતિહાસિક સાધનથી અનુમાન થઈ શકે છે. ઉપરની દંતકથા એ અનુમાનને ટેકો આપે છે. પરંતુ મલવાદી પ્રબંધનું છેવટનું કથન અવિશ્વસનીય છે કારણ કે વલ્લભીના નાશ પછી ઘણે કાળે વિ. સં. ના બારમા શતકના પૂર્વાર્ધમાં નવાંગવૃત્તિકાર, અભયદેવ સૂરિ વિદ્યમાન હતા એમ એના ગ્રંથની પ્રશસ્તિઓ ઉપરથી જણાય છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ બીજો ભાગ ખરતર ગરછની પટ્ટાવલી પૃ. ૬૭૪, ૬૭૫).
મલવાદી આચાર્ય ઘર્મોત્તરની ન્યાય બિન્દુ ટીકા ઉપર ટીકા લખી છે એમ પીટર્સનના ચોથા રિપોર્ટ (પૃ.૪) ઉપરથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org