________________
२२६
પ્રબંધ ચિંતામણી હતો ત્યાં તેને નાના ભાઈએ કહ્યું કે ભાઈ આપણી ક્યારાઓની પાળે પાણીના પૂરથી તુટી ગઈ છે અને તે તે નિશ્ચિંત (પડવો) છે. આ રીતે ઠપકૅ મળવાથી તેણે પથારી છોડી દઇને પિતાની નિન્દા કરતાં કદાળી ખભે નાખી એ તરફ જઈને જોયું તો તુટેલી પાળને ફરી સરખી કરવાનું કામ કરતાં માણસેને જોયાં. એટલે “તમે શું છે ?” એમ પૂછયું. અને તેઓએ “અમે તમારા ભાઈના ચાકર છીએ.” એમ જવાબ આપ્યો. ત્યારે તેણે પૂછયું કે “ક્યાંય મારા ચાકરે છે ? અને તેઓએ “વલભીમાં છે” એમ કહ્યું. અને તે પણ તક મળતાં એક માટલામાં પિતાને બધે સામાન ભરી, એ માટલું માથે ઉપાડી વલભી . અને દરવાજા પાસે રહેતા ગેવાળીઆની પાસે રહેવા લાગ્યો. અત્યંત દુબળ હોવાથી જેને લેકે “ક” કહેતા તે કાકૂ ખાનું ઝુંપડું પોતાને માટે બનાવી લઈ તેને આધારે રહેવા લાગ્યો, એ અરસામાં એક કાપડી (બાવો) કલ્પપુસ્તકને અનુસરી બનાવેલો સિદ્ધરસ તુંબડીમાં ભરી ગિરનારથી નીકળી રસ્તામાં ચાલ્યો જતો હતો ત્યાં તેને વલભીના પાધરમાં “ કાકૂય તુંબડી’ એવી આકાશવાણી સંભળાણી. તેને મનમાં આશ્ચર્ય સાથે બીક લાગી (કે આ રસની કોઈને ખબર પડી ગઈ કે શું?) એટલે વાણીઆના વેષમાં રહેલા આ રંકના ઘરમાં, એનું નામ રંક હોવાથી તેના ઉપર શંકા રાખ્યા વગર (એટલે કે બીચારે રંક છે તે કાંઈ ખોટું કામ કરશે નહિ. ) તે સથી ભરેલી તુંબડી થાપણ તરીકે રાખી. અને પછી સોમેશ્વરની યાત્રા કરવા ગયો. પછી કોઈ તહેવારના દિવસે કાંઈક સારું રાંધવા કે ચુલા ઉપર તપેલી મુકી નીચે તાપ કર્યો
ત્યાં તેની ગરમીથી (ઉપર લટકતી) તુંબડીના કાણામાંથી ઝરેલા રસના ટીપાથી પિલી તપેલી ( ત્રાંબાની) સોનાની થઈ ગઈ. આ જોઈને તે વાણીઆએ “એ સિદ્ધરસ છે, એ નિર્ણય કરીને તે તુંબડી સાથે ઘરની બધી વસ્તુઓ બીજે રાખી, પિતાનું ઘર દીવાથી બાળી નાખ્યું. અને શહેરને બીજે દરવાજે મેટો મહેલ ચણાવી તેમાં એ રહેવા લાગ્યા. પછી એક વખત પુષ્કળ ઘી વેચનારી કેાઈ (રબારણ)નું ઘી પોતે તળીને લેતે હતો ત્યાં એ ઘી ખૂટતું જ નથી એવું જોઈને ઘીના ઠામમાં નીચે કૃષ્ણચિત્રકુંડલિકા છે એમ વિચાર કરીને કાંઈક કપટ યુક્તિથી તે ચોરી લઈ તેણે ચિત્રકસિદ્ધિ મેળવી.
૪ ગિરનાર વગેરે પર્વતમાં રહેતા બાવાઓની ગિરનાર વગેરેની યાત્રા, તપશ્ચર્યા, વગેરેનાં વર્ણનવાળાં તથા કીમીયા વગેરેની વાતથી ભરેલાં-મોટે ભાગેબાવા સાધુઓમાં પ્રચત્રિત પુસ્તકો – કલ્પ પુસ્તકો કહેવાય છે.
૫ આ ઉપર વર્ણવી છે તેવી એક બીજી સિદ્ધિનું નામ છે. ચિત્રક તે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org