________________
૨૨૪
પ્રબંધ ચિંતામણી તેણે માય એટલે શિલાદિત્ય એવું તેનું અને તેના વંશનું નામ પડી ગયું. પછી ત્યાંના રાજાએ તેની પરીક્ષા જેવા માટે તેની કનડગત કરી એટલે તે રાજાને શિલાથી એ જ રીતે મારી નાખી તે પોતે જ રાજા થઈ પડ્યો. વળી સૂર્ય આપેલા ઘોડા ઉપર ચડીને આકાશચારી પેઠે મરજી પ્રમાણે ગમે ત્યાં ફરતા તે રાજાએ પિતાના પરાક્રમથી સર્વ દિશાઓ જીતી લઈ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. આ રાજાને જેનમુનિઓના સંસર્ગથી સમ્યક જ્ઞાન થયું હતું અને તેણે શ્રી શેત્રુજાને મહાતીર્થ તરીકે મે મહિમા જાણીને તેને જીર્ણોદ્ધાર કર્યો હતો.
૪ એક વખત આ શિલાદિત્ય રાજાને સભાપતિ બનાવીને ભરાયેલી ચારે અંગ યુક્ત સભામાં જે હારે તેણે દેશ છોડી દે એ કરાર કરીને Aવેતાંબર જૈન અને બૌદ્ધો વચ્ચે વાદ થયો. પણ તેમાં હારી જવાથી વેતાંબરને પિતાના દેશમાંથી આ રાજાએ કાઢી મુક્યા. એ વખતે આ શિલાદિત્ય રાજાને હાની ઉમરને મલ્લ નામનો એક ભાણેજ (જેન ધમી હોવા છતાં ) રહી ગયે તેની ઉપેક્ષા કરીને વિજયી અને વિજયના અભિમાની બૌદ્ધો શેત્રુંજા ઉપર મૂલ નાયક શ્રી આદિ તીર્થંકરનું, તેને બુદ્ધ રૂપ માનીને પૂજન કરતા નીરાંતે રહેવા લાગ્યા. પણ એ મલ્લ ક્ષત્રિય કલમાં ઉત્પન્ન થયેલો હોવાથી તે વેરને ભુલ્યો નહિ અને તેને બદલે લેવાની ઇચ્છાથી, અને જૈન ધર્મ તે એ દેશમાં કોઈ ન હોવાથી, તે બો પાસે જ ભણવા લાગે. અને રાત દિવસ એમાંજ ચિત્ત હોવાથી એક વખત ઉનાળાના દિવસોમાં, મધરાતે - જ્યારે શહેરનાં બધાં લેકે ઉલમાં આંખ મીંચીને પડયાં હતાં ત્યારે, આ મહેલ દિવસે ન શીખેલો શાસ્ત્ર પાઠ અત્યંત એકાગ્રતાથી ગોખતો હતો. હવે એજ વખતે આકાશમાં કરતાં સરરવતી દેવીએ “ શું મીઠું ?” એમ અવાજ કરીને પૂછ્યું. અને તેણે ચારે તરફ જતાં કોઈ બેલનારને ન જોયું એટલે “ વાલ ' એમ તેને જવાબમાં કહી દીધું. આ વાતને છ માસ વીત્યા પછી ફરી એજ સમયે પાછાં ફરતાં દેવીએ “ શેની સાથે ”? એ રીતે વળી પૂછયું. અને તે જ વખતે પહેલાંની વાત યાદ આવતાં “ગેાળ અને ઘી સાથે ” એ જવાબ તેણે આપ્યો. આ તેની સાવધાનતાથી ચકિત થઈને દેવીએ “ ગમે તે વરદાન માગી લે ” એમ કહ્યું. ત્યારે મલે “ બૌદ્ધોને હરાવવા માટે એક પ્રમાણ ગ્રન્થ આપે ” એવી પ્રાર્થના કરી એટલે દેવીએ નય ચક્ર નામને પ્રન્થ આપવાની કૃપા કરી. હવે દેવીની કૃપાથી જેને તત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org