________________
૨૨૮
પ્રબંધ ચિંતામણી પાલે સ્મશાનમાં પહેરેગીરો રાખીને લોકો એ (વરધવલની પાછળ બળી મરવાનો) આગ્રહને રોક્યો.
(૫૨) બધી ઋતુઓ એક પછી એક આવે છે તથા જાય છે. પણ વીર વીરધવલ વગર માણસોના હૃદયમાં ઉનાળે અને આમાં માસું એ રીતે બે ત્રએ એક સાથે ચાલુ રહેતી થઈ.
પછી શ્રી મંત્રીએ વરધવલના પુત્ર વીસલદેવને ગાદીએ બેસાર્યો.૮૧
ઉર શ્રી અનુપમા દેવીનું મરણ થતાં તેજપાલના હૃદયમાં આરૂઢ થઈ ગયેલે શોક કેમેય હટતે નથી એ જોઈને ત્યાં આવેલા શ્રી વિજયસેન સૂરિ જેવા ઉત્તમ પુરૂષે તેને શેક જરા ટાઢે પાડયો એટલે થોડી ચેતના (મનની દ્રઢતા) આવતાં કાંઈક (પિતાની નબળાઈ માટે) શરમાતા તેજપાળને સૂરિએ કહ્યું. “ અમે આ પ્રસંગે તારો દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે શ્રી વસ્તુપાલે પૂછ્યું કે “ એ વળી શું ?” એટલે ગુરૂએ જવાબ આપો કે “તેજપાળ બાળક હતા ત્યારે તેના લગન માટે ધરણિગ પાસે તેની પુત્રી અનુપમાનું માગું કર્યું અને વેશવાળ નક્કી કર્યું. પછી તે કન્યા અતિશય કદરૂપી છે એમ સાંભળીનેં તે સંબંધ તેડવા માટે ચન્દ્રપ્રભ જિને પ્રતિષ્ઠા કરેલ ક્ષેત્રાધિપતિને આઠ દ્રમ્પને ભોગ ધરાવવાની માન્તા તેજપાળે ' કરી હતી. હવે તે સ્ત્રીના વિયોગથી આ મનદુઃખ થાય છે. તે એ બે વાતમાં સાચું શું ? આ મૂળ સંકેતથી તેજપાળે પિતાના હૃદયને દ્રઢ કર્યું. - ૭૩ એક વખત વૃદ્ધ મંત્રી વસ્તુપાલ શ્રી શેત્રુંજે જવાનું છે એમ સાંભળીને પુરોહિત સોમેશ્વર દેવ એમને ત્યાં ગયા અને અનેક અમૂલ્ય આસને મુકેલાં હોવા છતાં બેઠા નહિ અને ન બેસવાનું કારણ પૂછતાં કહ્યું કે -
(પ૩) અન્નદાન, પાણીના પીયાવા, તથા ધર્મ સ્થાને વડે વસ્તુપાળે આખી પૃથ્વીને રેકી લીધી છે અને યશથી આકાશ મંડળને રોકી દીધું છે.
એટલે કયાંય ખાલી જગા ન હોવાથી બેસતા નથી. આ પ્રમાણે તેના કહેવાનું યોગ્ય ઇનામ આપીને તથા તેની રજા લઈને મંત્રી (યાત્રાને) રસ્તે પડયા.
૭૪ ૮૨આકેવાલીયા ગામે પોચતાં (તબીઅત બગડી) ગામડાની ઝુંપડીમાં દર્ભાસન ઉપર બેઠેલા અને ગુરૂ જેને આરાધન કરાવે છે એવા
૮૧ શ્રી વીરધવલના મરણની તારિખ પ્ર. ચિંમાં આપી નથી પણ વિચારશ્રેણીમાં સં. ૧૨૫ (કે ૯૮ )ની સાલ આપી છે.
- ૮૨ જ્યાં વસ્તુપાલને દેહ પડી ગયા તે આકેવાલીયા ગામ ળકેથી શેત્રુ જાના રસ્તામાં જાત્રાના માર્ગમાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org