________________
કુમારપાલ પ્રબંધ
૨૨૧
મંત્રીએ આહાર છોડી દઈને છેલ્લી આરાધનાથી કલિના દેષોને નાશ કરીને યુગાદિ દેવના નામને જપ કરવા માંડશે.
(૫૪) સપુરૂષો યાદ કરે એવું કાંઈ સત્કર્મ કર્યું નથી; માત્ર મનોરથ. માં રહેનારાઓનું અમારું આયુષ્ય એમને એમ ગયું.
આ વાક્ય પૂરું કરી “ અહને નમસ્કાર છે” એમ બોલી સાત ધાતુ ( રસરક્તાદિ )ઓથી બંધાયેલું આ શરીર છેડી દઈને પોતે કરેલાં કર્મોનું ફળ ભેગવવા માટે સ્વર્ગે સીધાવ્યા.૯૩ તેને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો તે ઠેકાણે નાના ભાઈ તેજપાળે તથા પુત્ર જૈત્રસિંહે શ્રીયુગાદિ દેવની દીક્ષા વસ્થાની મૂર્તિ પધરાવી સ્વર્ગારોહણ નામનું મંદિર બંધાવ્યું.
(૫૫) આજે મારા પિતાની આશા સફળ થઈ અને માતાએ આપેલા આશીર્વાદોને આજે અંકુર ફૂટયા. કારણ કે ઋષભ દેવની યાત્રાએ જનાર બધા લોકોને, હું થાક્યા વગર પ્રસન્ન કરી શક્યો છું.
(૫૬) રાજકાર્યના પાપમાંથી જે લોકોએ કાંઈ સુકર્મ ન કર્યું, તેઓને હું ધૂળધોયાથી પણ અધમ સમજું છું.
આ અને આવાં શ્રી વસ્તુપાલ મહાકવિનાં પિતાનાં કાવ્યો છે.
(૫૭) સ્વામીના ગુણોથી ભરેલો અને અભિમાન વગરને એ વીરધવલ રાજા હતો, વિદ્વાનોએ જેને ભેજરાજાનું બિરૂદ આપ્યું છે એવો શ્રી વસ્તુપાલ કવિ હતો,૦૪ મંત્રીઓમાં એકજ મંત્રીશ્વર કહેવાય એવો તેજપાલ મંત્રી હતો અને તેની સ્ત્રી અનુપમાં, ગુણોથી અનુપમ, પ્રત્યક્ષ લક્ષ્મી જેવી હતી.
આ પ્રમાણે શ્રી મેરૂતુંગાઆર્યે રચેલા પ્રબંધચિંતામણિમાં વસ્તુપાલ તેજપાલ સુધીના મહાપુરૂષોના યશવર્ણનને ચોથો પ્રકાશ પૂરો થશે.
૮૩ વસ્તુપાલના મરણની પણ મેરૂતુંગે તારિખ આપી નથી પરંતુ ચતુર્વિશતિ પ્રબંધમાં સં. ૧૨૯૮ ની સાલ આપી છે. (જુઓ નવી ફાર્બસ સભાની આવૃત્તિ ૫. ૨૫૪).
૮૪ વસ્તુપાલને કવિ કહેલ છે એ ખોટું નથી, એનું રચેલ નરનારાયણનંદ મનું કાવ્ય ગાયકવાડ એરીએન્ટલ સીરીઝમાં છપાઈ ગયું છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org