________________
કુમારપાલ પ્રબંધ
૨૧૯ આ રીતે જૈનાચાર્યોએ તેની સ્તુતિ કરી છે.
૭૦ વળી એક વખત પાંચ ગામની લડાઈમાં શ્રી વિરધવલ અને લવણ પ્રસાદ ઉતર્યા હતા ત્યારે શ્રી વિરધવલની રાણી જયેતલદેવી એ બે વચ્ચે સંધિ કરાવવા પિતાના પિતા શોભનદેવ પાસે ગઈ હતી. ત્યાં પિતાએ તેને પૂછ્યું કે “ શું વિધવા થવાની બીકે સંધિ કરાવવા આવી છે ? ” આના જવાબમાં પિતાના પતિ વીર ચુડામણિ વિરધવલને ઉન્નત સ્થાને ચડાવતાં તેણે કહ્યું કે “ ના, ના, પણ બાપના કુળનો નાશ થઈ જશે એ બીકથી વારંવાર આ વાત કહું છું; કારણ કે ઘડાની પીઠ ઉપર જ્યારે એ વિરધવલ ચડશે ત્યારે એની સામે ઉભો રહે એ શુરવીર કેણ છે ?” આમ કહીને ક્રોધમાં ને ક્રોધમાં પાછી ચાલી નીકળી. પછી એ લડાઈના ઘમસાણમાં ઘાની પીડાથી વ્યાકુળ થઈને શ્રી વિરધવલ જમીન ઉપર પડી ગયા :
(૫૧) પાંચ ગામની લડાઈમાં તે ભયંકર પરાક્રમ શાળી વિરધવલ ઘા વાગવાથી ઘેડા ઉપરથી જમીન ઉપર પી ગયા પણ ગર્વથી પડશે નહિ. અને તે આ રીતે પડવાથી બીજા લડવૈયાઓ કાંઈક પાછા પડવા લાગ્યા એટલે શ્રી લવણુ પ્રસાદે “ આ એકજ અશ્વાર પડે છે” એ રીતે કહીને પોતાના લશ્કરને ઉત્સાહ આપીને બધા શત્રુઓને રમતમાં મૂળ સાથે ઉખેડી નાખ્યા. આ રીતે સત્વ ગુણથી શોભતા વીરઘવલ રણને રસીયો હોવાથી બાપની આગળ એકવીશ વાર રણક્ષેત્રમાં પડે હતા.૭૯
૭૧ હવે વિરધવલનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે (પરલેકની ) તીર્થયાત્રા કરવા ઉપડનારને પુણ્ય આપવાથી એક ગણું દાનને હજાર ગણું પુણ્ય એવી રૂઢો (કહેવત) હોવાથી શ્રી તેજ:પાલે આખા જન્મનું સત્કર્મ આપ્યું. પછી તે રાજા મરણ પામતાં તેના તરફ સેવકેને અતિ પ્રેમ હોવાથી તેની સાથે એકવીશ સેવકે પણ બળી મુઆ પછી તે શ્રી તેજ
૭૯ ચતુર્વિશતિ પ્રબન્ધમાં આજ વાત જરા જુદી રીતે કહી છે અને જયતલદેવીના ભાઈઓ-સાંગણ અને ચામુંડ નામના વામનસ્થલીના ધણી હતા, અને ત્યાં આ યુદ્ધ થયેલું એમ કહ્યું છે. •
૮૦ મૂળમાં જે કે તચિન પાઠ છાપો છે એ પ્રમાણે તેજપાળ તીર્થ જવા નીકળેલા એવો અર્થ થાય પણ ચાર પ્રતમાં સ્થિત પાઠ મળે છે (જુઓ મૂળ પૃ. ૧૭૦) અને અર્થ સંબંધ જોતાં એ ઠીક લાગે છે એટલે જિતા થાક લઈને અર્થ કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org