________________
.૨૧૮
પ્રબંધ ચિંતામણી ત્યાં શ્રી મૂલ નાયક (ઋષભનાથ ) ના રેષથી ડુંગર ઉપર વીજળી પડી. તે વખત પછી શ્રી મન્ત્રીવરને શ્રી આદિનાથે દર્શન આપ્યાં નહિ.
૬૮ કાઈક પર્વને દિવસે અનુપમા (તેજપાલનાં સ્ત્રી ) જૈન મુનીએને યથેચ્છ રીતે, જેને કોઈની ઉપમા આપી ન શકાય એવું અન્ન દાન આપતાં હતાં, એ વખતે કાંઈક રાજ્ય કાર્યની ઉતાવળમાં શ્રી વિરધવલ દેવ એમને ઘેર આવ્યા તે બારણામાં જ વેતાંબર મુનીઓને હાથ હલાવતા જોઈને આશ્ચર્યથી મનમાં હસતા રાજાએ મંત્રીને કહ્યું, “ હે મંત્રી ! ઇષ્ટ દેવ પેઠે ગણીને આ લેકેને હમેશાં કેમ આવો સત્કાર કરતા નથી ? તમે જે એમ કરવા અશક્ત છે તે અર્ધો ભાગ મારે રાખે. અથવા મારા તરફથી જ હમેશાં બધું આપ એમ તે હું નથી કહેતો કારણ કે એમ કરવામાં તે તમને નકામી મહેનત જ થાય.” આવી તેના મુખ ચંદ્રમાંથી નીકળેલી વાણી વડે જેના મનને તાપ શાંત થયા છે એવા મંત્રીએ જવાબ આપે કે “ મહારાજનો અર્ધો ભાગ શા માટે ? બધું આપનું જ છે ” એમ કહીને મંત્રીએ વસ્ત્ર ભેટ કર્યું.
૬૯ એક વખત યતિઓને દાન આપતી વખતે, મુનીઓમાં પરસ્પર કચરાકચરી થવાથી તેઓને નમસ્કાર કરતી અનુપમાના વાંસા ઉપર સારી પિઠે થી ભરેલું કામ પડયું, એ જોઇને કેપેલા તેજપાલ મંત્રીને સાંત્વન આપતાં અનુપમાએ કહ્યું કે “ તમારી – સ્વામીની કૃપાથી મુનીઓનાં પુણ્ય પાત્રમાંથી શરીર ઉપર ઘી પડીને અત્યંગ થાય છે (એ મારું સદ્દભાગ્ય છે.) આ રીતે તેના પૂર્ણ દાન વિધિથી ચકિત થયેલા મંત્રીએ પાંચ અંગને યોગ્ય ભેટ આપીને કહ્યું કે :
(૪૯) પ્રિય વાણી સાથે કરેલું દાન, ગર્વ વગરનું જ્ઞાન, ક્ષમા યુક્ત શૌર્ય અને ત્યાગ સાથે પસે એ ચારેય સારી વસ્તુ દુર્લભ છે.
આ રીતે યોગ્ય વચન કહીને મંત્રીએ તેનાં વખાણ કર્યા આમ અનેક રીતે દાનવીર પણની કસોટીને (અનુપમા) પિચી હતી.
(૫૦) લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, શચીને શોક્યનો દેશ લાગ્યો છે, ગંગા નીચે જનારી છે અને સરસ્વતીમાં વાણીને જ સાર છે માટે અનુપમા અનુપમા છે.૭૮
૭૭ મંત્રી વસ્તુપાલ ઉપર મૂળ નાયકને રોષ શા માટે થયો તે સમજાતું નથી. ટેની લખે છે કે “હું યે સમજતા નથી.”
૭૮ વસ્તુપાલ ચરિત્રને લગતા બીજા ગ્રન્થમાં પણ આ અનુષમાની ઘણું પ્રશંસા કરેલી જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org