________________
૨૧૪
પ્રબંધ ચિંતામણી જેવા તેને ઉભો કર્યો. તેણે આવીને સમુદ્રકાંઠે પડાવ નાખ્યા. અને પછી શહેરમાં પેસવાના રસ્તાઓ શત્રુનાં માણસોથી રોકાયેલા જોઈને તથા શહેરના વેપારીઓનાં મન વહાણુમાં બેસી ભાગી જવા તરફ છે એમ જોઈને તેણે તે મોકલી શ્રી વસ્તુપાલ સાથે લડાઈને દિવસ નક્કી કર્યો. પછી ચતુરંગ સેનાઓ જ્યાં સામે સામે થઈ, ત્યાં લુણપાલ નામના એક ગુડજાતિના સુભટને વસ્તુપાલે આગળ કર્યો; તેણે બહાર નીકળીને “જે હું શંખ શિવાય બીજા કોઈને મારું તે કપિલા ગાયને માર્યાનું મને પાપ લાગે” એવી પ્રતિજ્ઞા કરીને “શંખ કયાં છે?” એવી બૂમ પાડી કે તરત જ “હું શિખ છું” એમ કહેતે એક લડવે બહાર આવ્યો. એટલે તેને પાડી દીધો. ત્યાં એજ રીતે બીજે બહાર આવ્યો એટલે તેને પણ પાડે. અને પછી “શું દરીઓ પાસે છે તેથી શંખ પણ ઘણું છે ?” એમ કહ્યું, ત્યાં તે એની શરવીરતાને વખાણ તથા તેને પડકારતો મહા શરીર શંખ પોતે જ બહાર આવ્યું. પછી
જ્યાં એ ભાલાથી મારવા જાય છે ત્યાં એક જ ઘાયે શંખે ઘેડા સાથે તેને વીંધી નાખ્યો. એ પછી લડાઈમાં ઉતરેલા વસ્તુપાલે જેમ સિંહનું બચ્ચું હાથીનાં ટોળાને વિખેરી નાખે તેમ શંખના સૈન્યને વિખેરી નાખ્યું અને તે
મતલબ કે મેરૂતુંગની યાત્રાની તારખ સાચી છે. એશિવાય યાત્રાનું સવિસ્તર વર્ણન સુ. સં. (સ. ૧૦) કી. કં. (સ. ૯), વ. વિ. (સ. ૧૦ થી ૧૩), ધર્માભ્યદય, વસ્તુપાલ ચરિત, વગેરેમાં મળે છે. આ જુદા જુદા ગ્રન્થોની વિગતેમાં શેડ ફેર છે જે બુલ્હરે નેવ્યો છે. દા. ત. મેરૂતુંગ અને સેમેશ્વર સંધ ગિરનાર ગયા પછી એમનાથ ગયો એમ કહે છે, જ્યારે ઉદય પ્રભ, અરિસિંહ અને બાલચંદ્રસૂરિ સંધ સોમનાથ પહેલાં ગયા અને ગિરનાર પછી ગમે એમ કહે છે. પરંતુ આવી વિગ. તેની ચર્ચા, ઘણો વિસ્તાર માગે છે માટે, અહીં નથી કરી. એજ રીતે મેરૂતુંગે જે સત્કર્મોની નેંધ કરી છે તે અપૂર્ણ અને અસ્પષ્ટ છે. દા. ત. સરખાવેઃ સુ. સં. સ. ૧૧માં શત્રુંજયનાં સત્કર્મો નીચે પ્રમાણે કહ્યાં છે --
(૧) આદિનાથના મંદિર પાસે ઈન્દ્ર મંડપ બંધાવ્યું. (૨) નેમીનાથ અને પાર્શ્વનાથનાં મંદિર બંધાવ્યાં. (૩) સરસ્વતીની મૂર્તિ બેસારી, (૪) પૂર્વજોની મૂતિ ઓ કરાવી, (૫) હાથીઓ ઉપર તેજપાલની, પિતાની તથા વરધવલની એમ ત્રણ મૂર્તિઓ બેસારી, (૬) અવલોકન, અમ્બા, શામ્બ અને પ્રદ્યુમ્ન એ ચાર શિખરો કરાવ્યાં. (૭) જિન પતિના મંદિર આગળ તેરણ બંધાવ્યું. (૮) ભરૂચના સુવ્રત સ્વાચીનું અને સત્યપુર (સાચેર)ના વીરનું એમ બે મંદિર બંધાવ્યાં, (૯) જિનમૂર્તિની પછવાડે ભામંડળ માટે પૂછપટ્ટ કરાવ્યું (૨૦) સુવર્ણનું તેરણ કરાવ્યું.
મેરૂતુંગનું વર્ણન કેવું ગડબડીયું છે એ આ વર્ણન સાથે ઉપરના ૫૬ મા પ્રબંધમાં આપેલ વર્ણનને સરખાવવાથી સ્પષ્ટ દેખાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org