________________
કુમા૫ાલ પ્રબંધ
૨૦૯
ભગવાને કહેલ દેવપૂજા, આવશ્યક (કર્મો), યતિઓને દાન વગેરે ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો તે દિવસથી તેણે દેવપૂજા, જેનયતિઓને ખાસ દાને આપવાં વગેરે ધર્મકૃત્ય કરવા માંડ્યાં. - ૫૫ ત્રણ વર્ષ સુધી દેવકાર્ય માટે ચોથા ભાગની આવક જુદી રાખેલી તે દ્રવ્ય ક૬ હજાર થયું; તેમાંથી બાઉલાદ ગામમાં શ્રી નેમિનાથનું મંદિર બંધાવ્યું. પછી સં. ૧૨૭૭ માં સરસ્વતી કંઠાભરણ, લઘુભોજરાજ, મહાકવિ, મહામાત્ય શ્રીવાસ્તુપાલ મહાયાત્રાનો આરંભ કર્યો. ગુરૂએ કહેલા મુહૂર્તમાં તેમણે જ કરેલા સંઘાધિપતિના અભિષેક સાથે શ્રીદેવાલયનું પ્રસ્થાન શરૂ થતાં જમણું માર્ગમાં દુર્ગાદેવી (ભેરવ)ને સ્વર સંભળાય. અને એ ઉપર શકુન જાણનાર વૃદ્ધ મારવાડી સાથે જાતે થે વિચાર કરીને “હે મરૂના વૃદ્ધ શકુન જુઓ” એમ કહેવાને બદલે શકુનથી શબ્દ વધારે બળવાન છે એમ વિચાર કરીને શહેરની બહાર નાખેલી છાવણીમાં શ્રીદેવાલયને સ્થાપીને દેવીના શબ્દરૂપે શકુનને મર્મ પૂછ્યું. એટલે તેણે “માર્ગની વિષમતા હોય કે રાજ્યની અવ્યવસ્થા થઈ હોય, ત્યાં વિપરીત શકુન વખણાય છે. તીર્થમાર્ગોની વિષમતા પણ એવી જ છે. માટે જ્યાં તે દુર્ગા બેઠી હોય ત્યાં કેાઈ હુશીઆર માણસને મોકલી એ પ્રદેશ જેવા.”(એમ કહ્યું.) એ રીતે જોઈ આવીને તે પુરૂષે વિનંતિ કરી કે –“ ત્યાં વરંડાની જે ભીંત નવી થાય છે તેના તેર આરાઓ ઉપર દેવી (ભેરવ) બેઠી હતી.” આ ઉપરથી તે શકુન જોનાર વૃદ્ધ મારવાડીએ કહ્યું કે “તમારે સાડાતેર યાત્રા થશે એમ દેવીએ કહ્યું” છેલ્લી યાત્રા અધ થવાનું શું કારણ? એમ ફરી મંત્રીએ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે “અત્યારે અસાધારણ મંગળ અવસર છે ત્યાં એ કહેવું યોગ્ય નથી, વખત આવતાં બધું નિવેદન કરીશ.” આ પછી શ્રીસંઘ સાથે મંત્રીએ આગળ પ્રયાણ કર્યું.
૫૬ આ સંઘમાં કુલ વાહનો સાડાચાર હજાર હતાં, તાંબર એકવીસ હતા, સંઘ અને તેની રક્ષા માટે એક હજાર ઘોડાઓ, સાતસે લાલ સાંડી અને તેના ઉપરી તરિકે ચાર મહાસામન્તો હતા. આ પ્રમાણેની સમગ્ર સામગ્રી સાથે મુસાફરી કરી શ્રી પાલીતાણાના પાદરમાં પોતે કરાવેલું શ્રી મહાવીર ચૈત્ય જેના કાંઠા ઉપર છે એવા પિતે ખોદાવેલા લલિતા સરોવરને
૬૬ બાઉલા ગામને પરે લાગતું નથી.
૬૭ વસ્તુપાલને સરસ્વતી કંઠાભરણ અને લઘુભેજરાજ જેવાં બિરૂ સોમેશ્વર, હરિહર, અરિસિંહ વગેરે આધિત કવિમિત્રોએ આપ્યાં હશે.
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org