________________
૨૧૦
પ્રબંધ ચિંતામણી
કરી તેણે છાવણી નાખી. પછી તીર્થની વિધિ પ્રમાણે આરાધના કરીને મૂળ (આદિનાથના) મંદિર ઉપર સેનાને કળશ ચડાવ્યો તથા માણસના કદની બે જિન મૂર્તિઓ કરાવી, શ્રીમોઢેરપુરાવતારમાં અને શ્રી મહાવીરના ચૈત્યમાં બે આરાધક મૂર્તિઓ કરાવી. દેવમંદિરના મંડપની હારની બે બાજુ બે ચતુષ્ટિકાની હાર બંધાવી. શકુનિકાવિહાર (સુવ્રતસ્વામિના મંદિર) માં તથા સત્યપુરાવતાર (મહાવીરના મંદિરોમાં મંદિરની આગળ રૂપાનું તેરણ કરાવ્યું. શ્રી સંઘને રહેવા યોગ્ય મઠ કરાવ્યા, સાત બહેને માટે સાત દેવકુલિકાઓ કરાવી, નદીશ્વરાવતારમાં મન્દિરો બંધાવ્યાં તથા ઈન્દ્રમંડપ બંધાવ્યો. અને એ મંડપમાં હાથી ઉપર બેસારેલી શ્રીલવણપ્રસાદની તથા વિરધવલની મૂર્તિઓ કરાવી, તથા ઘોડા ઉપર બેઠેલી પિતાની મૂર્તિ કરાવી, તેમજ પિતાના સાત પૂર્વજોની અને સાત ગુરૂઓની મૂર્તિઓ કરાવી, એની પાસે ચેકી ઉપર બે મોટાભાઈ–માલદેવ તથા લુણિગની આરાધક મૂતિઓ કરાવી, વળી રસ્તાઓ કરાવ્યા તથા અનુપમા સરોવર અને કપર્દિયક્ષનો મંડપ તથા તેરણ વગેરે અનેક જિનધર્મનાં સ્થાનોની રચના કરી.
પ૭ વળી નન્દીશ્વર મંદિર માટે કાંટેલીયા પથ્થર નામના પથ્થરના બનાવેલા સેળ થાંભલાઓ પર્વત ઉપરથી જળમાર્ગે લઈ આવી સમુદ્ર કાંઠે ઉતારવામાં આવતા હતા ત્યાં એક થાંભલે કાદવમાં એવો ખુચી ગયો કે તપાસ કરતાં જ નહિ એટલે એને બદલે બીજા પથ્થરને થાંભલો બનાવી મુકી મંદિર પૂરું કર્યું. બીજે વર્ષે સમુદ્રની ભરતીને પરિણામે ગારામાં ખુચી ગયેલ એ જ થાંભલો બહાર નીકળી આવ્યો. મંત્રીની સૂચનાથી એ થાંભલે મંદિર આગળ લઈ જવામાં આવ્યો પણ એ જ વખતે મંદિરમાં ફાટ પડી એમ કહેવા આવેલા તે કઠોરવાણી બોલનાર માણસને મંત્રીએ સોનાની જીભ ભેટ આપી. ડાહ્યાં માણસેએ આ શું? એમ પૂછયું ત્યારે “હવેથી ગમે તેમ કરીને યુગાને પણ તુટી ન પડે એવાં મજબુત ધર્મસ્થાન લેકે કરાવે માટે ઇનામ આપ્યું છે.” (એ જવાબ આપો) છેક પાયાથી લઈને એ મંદિરને ત્રીજી વાર કરેલે જીર્ણોદ્ધાર હવે શોભે છે. - ૫૮ શ્રી પાલિતાણામાં વિશાળ પૌષધશાળા કરાવી, પછી શ્રી સંધ સાથે મંત્રી શ્રી ઉજજયન્ત (ગિરનાર) આવ્યા. ત્યારે ત્યાં ગિરનારની તળેટીમાં તેજલપુર ગામમાં નો ગઢ બંધાવેલો જોઈને તથા તેમાં આશરાજ વિહાર અને જેને ઉપમા ન આપી શકાય એવું કુમારદેવી સરોવર જોઈને (ખુશી થયેલા) મંત્રીને સેવકાએ બંગલામાં પધારો” એમ કહ્યું એટલે શ્રી ગુરૂને યોગ્ય પૌષધશાળા છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org