________________
૨૦૮
પ્રબંધ ચિંતામણી ૫૪ વળી એક વખત શ્રી વિરધવલદેવે પોતાના વ્યાપાર (રાજકાજ) નો ભાર ઉપાડવા માટે (તેજપાલને) વિનતિ કરી ત્યારે તેણે પહેલાં પિતાના મહેલમાં વિરધવલને તથા તેની રાણીને જમાડ્યાં અને પછી તેજપાલની સ્ત્રી અનુપમાએ રાણીશ્રી જયતલદેવીને પિતાનાં કપૂરનાં બે તાડુંક (કાનનાં ઘરેણાં) તથા વચ્ચે વચ્ચે મણિએવાળ સનાથી ગુંથેલે ખેતીને એકાવલી હાર ભેટ આપ્યો. પણ રાજાએ મંત્રીની ભેટ પાછી વાળી પિતાનું મંત્રીપદ આપ્યું અને “તમારી પાસે હાલમાં જેટલું ધન છે તે હું કોપાયમાન થાઉં (કપ કરીને લઈ લઉં) તે પણ તમને પાછું આપું” એમ કાગળમાં બંધણી લખી આપી મંત્રી સંબંધી પાંચ અંગને યોગ્ય (પાઘડી, અલંકારો વગેરે) ભેટ આપી.
(૬) જે કર નાખ્યા વગર ખજાને ભરે, વધ કર્યા વિના દેશનું રક્ષણ કરે અને યુદ્ધ કર્યા વગર દેશને વધારો કરે તે મંત્રી અને તેજ બુદ્ધિવાન.
સર્વ નીતિશાસ્ત્રની વિદ્યા જેની બુદ્ધિમાં ઉતરી ગઈ છે તે મંત્રીએ પિતાના ધણીની ઘણી ઉન્નતિ કરી. હવે તે મંત્રીએ સૂર્યોદય થતાં વિધિ પ્રમાણે શ્રી જિનની તે સમયને યોગ્ય પૂજા કરી અને ગુરૂની ચંદન કપુરથી પૂજા તથા દ્વાદશાવર્તવંદન કરી, વખતસર પચખાન કર્યા પછી ગુરૂ પાસે રોજ એક એક શ્લેક ભણવાનો નિયમ રાખ્યો હતો. એ પછી રાજકાર્ય કરી મંત્રી તાછ રસોઈ જમતા. એક વખત મુંજાલ નામને ઊપાસક જે મંત્રીને ખાનગી લેખક હતો તેણે એકાંતમાં પૂછ્યું કે “ આપ સવારમાં તાજી રસોઈ જમે છે કે ટાઢી?' આ તે ગામડીઓ છે એમ ધારીને બે ત્રણ વખત તે એને ગણકાર્યો નહિ પણ એક વખત ક્રોધથી ” ગોવાળ એમ આક્ષેપ કર્યો. પણ તેણે ધીરજ રાખીને “બેમાંથી એક હશે જ.” એમ જવાબ આપે. એટલે એના શબ્દોમાં રહેલી ચતુરાઈથી ચકિત થઈને મંત્રીએ કહ્યું કે “તમારા ઉપદેશને વનિ હું સમજ્યો નથી માટે છે સુ, બરાબર સમજાવો.” ત્યારે તે વક્તાએ કહ્યું કે “અતિ રસવાળી જે તાજી રઈ આપ હમેશાં જમો છે, તે પૂર્વના પુણ્યના ફળરૂપ હોવાથી, એક જન્મ પહેલાંની હાઇને તેને હું અત્યંત ઠરી ગયેલી માનું છું. વળી મેં તે આ ગુરૂના સંદેશાના શબ્દો કહ્યા છે. એનું રહસ્ય તે તેઓ જ જાણે માટે ત્યાં જાવ.” આ પ્રમાણે તેની વિનતિ સાંભળી શ્રી તેજપાલ મંત્રી પોતાના કુલગુરૂ શ્રી વિજયસેનસૂરિ પાસે ગયા અને ગૃહસ્થને ધર્મ પૂછો. અને તેઓએ ઉપાસક દશાહ નામના સાતમા અંગમાંથી જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org