SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ પ્રબંધ ૧૭૯ કરવાની ઈચ્છા હોય તે તે યાત્રા પૂરી થાય ત્યારે નિયમ છોડવાને યોગ્ય વખત આવે.” આમ કહીને શ્રી હેમચન્દ્રમુનિ ઉઠયા ત્યારે એમના છત્રીશ ગુણવડે જેના હૃદયમાં એમના પ્રતિ અતિ પ્રેમ ઉત્પન્ન થાય છે એવા રાજાએ સભામાં એમની એકલાનીજ પ્રશંસા કરી. ત્યારે કારણ વગર વર રાખનાર, રાજાના પાશવાને એ હેમચન્દ્રનું તેજ ન ખમી શકવાથી - (૧૧) ક્ષદ્ર માણસે ઉજલ ગુણવાળાને ઉન્નતિ પામેલે કઈ રીતે દેખી શકતા નથી, પતંગીયું પોતાના શરીરને બાળીને પણ બળતા દીવાને હારી નાખે છે. એ વચનમાં કહ્યા પ્રમાણે ચાડી આપણાને દોષ વહોરી લઈને પણ તેના દેષ કહેવા માંડ્યા કે “આ (હેમચંદ્ર) તે (રાજાની) મરજીને અતિશય અનુસરનારે સેવાધર્મમાં કુશળ છે એટલે રાજાને ગમતું જ બેસે છે. જે એમ ન હોય તે સવારે આવે ત્યારે તેને શ્રી સોમેશ્વરની યાત્રા માટે ખૂબ આગ્રહ કર.” રાજાએ એમ કર્યું, એટલે હેમચન્દ્રસૂરિએ કહ્યું કે “ભૂખ્યાને વળી જમવાના નેતરામાં આગ્રહની શું જરૂર ? ઉત્કંઠાવાળા માણસને મેરનો કેકારવ સંભળાવવાની શું જરૂર? એ લેકરૂઢી પ્રમાણે તપસ્વીઓ જેને તીર્થયાત્રાનો ખાસ અધિકાર છે તેઓને રાજાએ આગ્રહ કરવાની ક્યાં જરૂર છે?આ રીતે ગુરૂએ (યાત્રાનો સ્વીકાર કરતાં “તમારે લાયક સુખાસન (પાલખી) વગેરે શું વાહન જોઇશે? જે જોઈએ તે લીઓ.” એમ કહેતાં “અમે પગે ચાલતા ચાલતા જ જવામાં યાત્રાનું પુણ્ય માનીએ છીએ. હવે અમે હમણાં જ રજા લઈ, રાજ થોડું થોડું ચાલી, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાતીર્થોને નમસ્કાર કરી શ્રી સોમનાથ પાટણમાં તમારા પ્રવેશ વખતે તમને મળશું.” આમ કહી (ગયા અનેતેમણે તેમજ કર્યું. ૧૪ રાજા સર્વ સામગ્રી સાથે કેટલાંક પ્રયાણ કરીને શ્રી પાટણ પહોંચ્યા, ત્યાં શ્રી હેમચન્દ્રમુનિ મળવાથી તેને અત્યંત આનંદ થયો. અને સામે આવેલા ગંડ. શ્રી બૃહસ્પતિ જેમાં પાછળ ચાલતા હતા એવા મેટા ઉત્સવથી શહેરમાં પ્રવેશ કરી શ્રી સોમેશ્વરના મંદિરનાં પગથી ચડતાં જમીન ઉપર આળોટી પ્રણામ કરીને તથા લાંબા કાળની ઉત્કંઠાના અપ્રમેય આનંદથી શ્રી સોમેશ્વરના લિંગને ખૂબ દાબીને ભેટયા પછી “આ હેમચન્દ્ર) જિન સિવાય બીજાને નમસ્કાર નથી કરતા” એવાં મિચ્છાદષ્ટિવાળા (અજન) આનાં વચનથી જેનું ચિત્ત ભમી ગયું હતું એવા રાજાએ શ્રી હેમચન્દ્રને નીચે પ્રમાણે વચન કહ્યું. “જે ગ્ય લાગે તે આ મનહર ઉપચારોવડે આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy