________________
૧૮૦
પ્રબંધ ચિંતામણી શ્રી સેમેશ્વરની પૂજા કરે.” “હા ઠીક' એમ પ્રતિજ્ઞા કરીને રાજાના ભંડારમાંથી આવેલું સુંદર પવિત્ર વસ્ત્ર પહેરીને રાજાના કહેવાથી શ્રી બહસ્પતિએ ૨૨ જેનો હાથ ઝાલે છે એવા હેમચન્ટે મંદિરને ઉંબરો ઓળંગી, જરા વિચાર કરીને, આ મંદિરમાં કૈલાસનિવાસી મહાદેવ સાક્ષાત વસે છે એ વિચારથી જેના શરીરનાં રૂવાડા ઉભાં થઈ ગયાં છે એવા હેમચન્દ્ર “આ ઉપહારને બમણ કરે” એમ કહીને શિવપુરાણમાં કહેલ દીક્ષાવિધિ પ્રમાણે આહાનન, અવગુંઠન, મુદ્રા, મંત્ર, ન્યાસ, વિસર્જન વગેરે ઉપચારવડે પંચોપચારવિધિથી શિવનું પૂજન કરીને છેવટઃ
(૧૧) જે તે સમયમાં, જે તે રીતે, જે કાંઈ નામથી જે તમે હે તે હે; પણ જો તમે જે એકજ દોષરહિત છે તે હે તે, હે ભગવન તમને
નમસ્કાર છે. ૨૩
(૧૨) સંસીરના બીજને અંકુર ઉત્પન્ન કરનારા રાગ વગેરે જેના ક્ષીણું થઈ ગયા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, કે મહેશ્વર હો તેને નમસ્કાર છે.
વગેરે સ્તુતિવડે, બધા રાજલોક સાથે આશ્ચર્યયુક્ત રાજા જોતા હતા, ત્યાં દંડવત પ્રણાપૂર્વક સ્તુતિ કરીને શ્રી હેમાચાર્ય શાંત થયા. ત્યારે તે રાજાએ શ્રી બૃહસ્પતિએ પૂજાવિધિ બતાવ્યા પ્રમાણે અતિશય શ્રદ્ધાથી શિવપૂજન કરીને ધર્મશિલા ઉપર તુલાપુરૂષ (પિતાના વજન જેટલું સોનું આપવું તે), ગજદાન વગેરે મહાદાને આપીને, કપૂરની આરતી ઉતારી. પછી બધા રાજવર્ગને દૂર ખસેડીને સોમેશ્વરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને શ્રી હેમચન્દ્રને કહ્યું કે “મહાદેવ જેવો કોઈ દેવ નથી, મારા જેવો કોઈ રાજા નથી અને તમારા જેવો કોઈ મહર્ષિ નથી, આ રીતે સદ્દભાગ્યની મહત્તાથી અહીં આ ત્રણને સંગ થયું છે. માટે અનેક દશએ જુદા જુદા દેવને પ્રતિષ્ઠા
૨૨ કુમારપાલના વખતમાં સેમિનાથના પૂજારી મઠપતિ શ્રી. બહસ્પતિ હતા એ વાત ખરી છે. એ મોટા પાશુપતાચાર્ય હતા. સોમનાથને ઉપર વર્ણવેલ જીર્ણોદ્ધાર ખરી રીતે એમને હાથે જ થયો હતે. જુઓ (વિ. સં. ૧૨૨૫ ની ભાવબૃહસ્પતિની સોમનાથ પ્રશરિત).
૨૩ હેમચન્દ્ર કુમારપાલની સાથે સોમનાથ પાટણ ગયા ત્યારે તેણે ઉપરના લોકોથી રસ્તુતિ કરી એમ મેરૂતુંગે કહ્યું છે. પણ પ્ર. ચામાં સિદ્ધરાજ સાથે હેમચન્દ્ર ગયેલા ત્યારે આ શ્લોકથી રતુતિ કરી એમ વર્ણન છે. ( જુઓ છે. સૂ. પ્ર. લે. ૩૧૦ થી ૩૪૭) પણ જયસિંહસૂરિ, જિનમંડનગણિ વગેરે મેરૂતુંગને અનુસરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org