________________
૧૭૬
પ્રબંધ ચિંતામણી ૧૧ એક વખત રાજાએ મુનિને પૂછ્યું કે “અમારે યશ કલ્પના અન્ત સુધી કેવી રીતે રહે?” એ પ્રમાણે રાજાની વાણી સાંભળીને
વિક્રમાદિત્ય પેઠે જગતને ઋણ રહિત કરો અથવા સોમેશ્વરનું લાકડાનું મન્દિર પાણી પાસે હેઈને સમુદ્રના પાણીની છળથી લગભગ ઘસાઈ ગયું છે તેને જીર્ણોદ્ધાર કરે તો તમારી કીર્તિ કલ્પના અન્ત સુધી રહે. ” આ પ્રમાણે ચંદ્રના પ્રકાશ જેવી શ્રી હેમચન્દ્રની વાણીથી રાજાનો આનંદ સમદ્ર ઉછળી રહ્યો અને તેણે એ મહર્ષિને જ પિતા રૂ૫ ગુરૂ રૂ૫ અને દૈવતરૂપ માન્યા. તેઓ બ્રાહ્મણની કઈ વખત નિન્દા નથી કરતા એમ રાજા જાણતા હતા. પછી તે જ દિવસે જેપીએ બતાવેલા મુહૂર્તે સોમેશ્વરના મંદિરના ઉદ્ધાર માટે ત્યાં પંચોલીને મેકલીને મંદિરને આરંભ કરાવ્યો.
૧૨ એક વખત શ્રી હેમચન્દ્રના અલૌકિક ગુણે વડે જેનું હૃદય બચાચેલું છે એવા રાજાએ શ્રી ઉદયન મંત્રીને પૂછ્યું કે “ સમગ્ર વશના અલંકાર રૂપ આવા પુરૂષ રત્નને કયા દેશમાં અને સર્વ ગુણોની ખાણ જેવા ક્યા શહેરમાં જન્મ થયો છે ત્યારે તે મત્રીએ જન્મથી આખ્ખી એમનું પવિત્ર ચરિત્ર નીચે પ્રમાણે કહ્યું –૨૦
અધષ્ઠિમ નામના દેશમાં ધંધુકા શહેરમાં શ્રી મેઢવંશમાં ચાચિંગ નામના એક વેપારી હતો. સતીઓમાં શ્રેષ્ઠ એવી, જિન શાસનની દેવી જેવી અને શરીરધારી લક્ષ્મી જેવી પાહિણી નામની તેને સ્ત્રી હતી. અને ચામુંડાદેવી તથા ગેનશ (યક્ષ) ના પહેલા અક્ષરોથી જેનું નામ બન્યું છે તે ચાંગદેવ નામને તેને પુત્ર થયે. તે આઠ વર્ષની ઉમ્મરનો હતો ત્યારે શ્રી દેવચંદ્રાચાર્ય તીર્થયાત્રા માટે નીકળેલા તે ધંધુકામાં મોઢ વણિકા (મોઢાએ બંધાવેલા મંદિર)માં દેવને નમસ્કાર કરવા માટે ગયા; ત્યાં સરખી ઉમ્મરનાં બાળકે સાથે રમત ચાંગદેવ એકાએક શ્રી દેવચંદ્ર માટેની સિહાસન ઉપર પાથરેલી ગાદી ઉપર બેસી ગયો. એ વખતે તેનાં અને પ્રત્યગોનાં જગતથી જુદાં લક્ષણો જોઇને “ આ જે ક્ષત્રિય કુળમાં જ હોય તે ચક્રવર્તી રાજા થાય, જે વાણઆ બ્રાહ્મણમાં જ હોય તે - ૨. આ પ્રમાણે અમુકપરિચય પછી રાજા પૂછે છે અને ઉદયનમંત્રી હેમાચા
ના જન્મ અને દીક્ષાની કથા કહે છે એમ મેરૂતુંગે વર્ણન કર્યું છે પણ કુમારપાલ પ્રતિ બોધ પ્રમાણે રાજાને ઘમ સ્વરૂપ સમજવાની ઇચ્છા થતાં વાડ્મટ (વાહડ) હેમચંદ્રને પરિચય કરાવે છે અને તેના જન્મની તથા દીક્ષાની વાત કરે છે. (જુઓ કુ. પ્ર. સંક્ષેપ પૃ. ૫) પછી કુમારપાલ હેમચંદ્ર પાસે જાય છે અને તેની પાસેથી અહિંસાને તથા સાચા ધર્મને બેધ સાંભળે છે.
(એજન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org