________________
૧૭૪
પ્રબંધ ચિંતામણી (૪) અમે તે ભિક્ષાત્ર ખાઈએ છીએ, જીર્ણ વસ્ત્રો પહેરીએ છીએ અને જમીન ઉપર સુઈ રહીએ છીએ, અમે રાજાએથી કરીએ?
અને રાજાએ જવાબ આપ્યો કે – (૫) એક જ મિત્ર છે; રાજા અથવા યતિ.
એક જ સ્ત્રી છે; સુંદરી અથવા ગુફા. એક જ શાસ્ત્ર છે; વેદ શાસ્ત્ર કે અધ્યાત્મ શાસ્ત્ર.
અને એક જ દેવ છે; વિષ્ણુ કે જિન. આ પ્રમાણે મહાકવિઓએ કહેલું હોવાથી પરલોક બાંધવા માટે તમારી સાથે મિત્રતા ઈચ્છું છું, એમ રાજાએ કહ્યું, અને જેની ના ન પાડી હોય તે કબુલ કર્યું સમજવું એ નિયમને અનુસરી, તે મહર્ષિની ચિત્તવૃત્તિ જાણી લઈને રાજાએ પોતાની પાસે, માણસને જતાં આવતાં રોકનાર પ્રતિહારને, ગમે ત્યારે પિતાની પાસે શ્રી હેમાચાર્યને આવવા દેવાને હુકમ પિતાને મોઢે કરી દીધો.
૧૦ હવે ત્યાં રાજા પાસે) આવવા જવાનું થવા લાગતાં અને રાજાએ સૂરિના ગુણોની સ્તુતિ કરવા માંડી એટલે રાજાના પુરોહિત આમિગે વિરોધથી કહ્યું કે –
(૬) અરે દંભ તે જુઓ, વિશ્વામિત્ર પરાશર વગેરે જેઓ ફક્ત પાંદડાં અને પાન ખાઈને રહેતા તેઓ પણ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઈને જ મોહિત થઈ ગયા છે, તે પછી જે માણસે દુધ, દહીં અને ઘીવાળો ખોરાક ખાય છે તેઓ તો ઈન્દ્રિય નિગ્રહ ક્યાંથી જ રાખી શકે ?
તેનાં આ વચનના જવાબમાં હેમચંદ્રે કહ્યું કે –
(૭) હાથી અને ડુક્કરનું માંસ ખાનાર બળવાન સિંહ આખા વર્ષમાં માત્ર એક વખત વિષય ભોગ કરે છે, અને કઠેર કાંકરાનું ભજન કરનાર હોવા છતાં નરપારે રોજ કામી થાય છે, એનું શું કારણ છે એ કહો જોઈએ.
આ રીતે એનું ૧૮ મોઢું બંધ કરી દીએ એ જવાબ અપાતાં રાજા પાસે કોઈ અદેખાએ કહ્યું કે “આ વેતાંબરો સૂર્યને પણ નથી માનતા” ત્યારે,
૧૮ આ પ્રસંગમાં મેરૂ તુંગે લખેલું પુરોહિતનું આમિગ નામ સારું લાગે છે. કારણ કે સેમેજરે પિતાના એક પૂર્વજનું આમિગ નામ લખ્યું છે. (જુઓ સરથોત્સવ સ. ૧૫ શ્લો. ૨૬) પણ ત્યાં એ કુમારપાલને પુરહિત હતો એમ નથી કહ્યું. પ્ર, ચામાં સિદ્ધરાજના પુરોહિત આમિગ સાથે ઉપરની ચર્ચા થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org