________________
૧૫૮
પ્રબંધ ચિંતામણી - ૫૦ શ્રી સિદ્ધરાજે જ્યારે માળવા દેશથી યશોવર્માને કેદ કરીને આયે, ત્યારે તેના ઉત્સવની રાજસભામાં સીલ નામના કેઇ કૌતુકી માણસે (ભાટે?) “બેડા-(મછવા)માં સમુદ્ર બુડી ગયો” એમ પછવાડેથી ગાયું, ત્યારે “આવું અપશુકનીઆળ શું બોલ?” એમ તેને તિરસ્કાર કરવામાં આવ્યો. પણ તેણે કહ્યું “બેડા-(મછવા) જે ગુજરાત દેશ, તેમાં માળવાપી સમુદ્ર બુડી ગયો.” આ વિધાલંકારને અપિત્તિથી ખુલાસે કરીને તેણે રાજા પાસેથી સેનાની જીભનું ઇનામ મેળવ્યું.
આ પ્રમાણે કૈકુકીસીલણ પ્રબંધ પુરે થયે. ૫૧ એક વખત સિદ્ધરાજના એક હાજર જવાબમાં હુશીઆર એલચી (સાિિવગ્રહિક)ને કાશીના રાજા જયચંદ્ર અણહિલપુરનાં તળાવ, કુવા, પરબ વગેરે વિષે પૂછતાં પૂછતાં નીચે પ્રમાણે દૂષણ બતાવ્યું કે “સહસ્ત્રલિંગ સરોવરનું પાણી શિવ નિર્માલ્ય હોવાથી અસ્પૃશ્ય છે એટલે આલોક અને પરલેક બેય બગાડે એવું એ પાણે વાપરનાર તમારા કાને પ્રભાવ કેમ ઉદય પામે? સિદ્ધરાજે આ સહસ્ત્રલિંગ સરોવર બંધાવીને ખરેખર અયોગ્ય કામ કર્યું છે.” તે રાજાનાં આવાં વચનો સાંભળીને અંદરથી કાપેલા તે એલચીએ રાજાને પૂછયું કે “અહીં કાશીમાં ક્યાંનું પાણી પીવાય છે?” રાજાએ “ગંગાનું પાણી” એમ જવાબ આપે એટલે તેણે તરત કહ્યું કે
શું ગંગાનું પાણી શિવનિર્માલ્ય નથી ? ગંગાને રહેવાનું ઠેકાણું જ શંકરનું મસ્તક છે.” જયચંદ્ર રાજા સાથે ગૂર્જર પ્રધાનના સવાલ જવાબેને પ્રબંધ
પર એક વખત કર્ણાટદેશથી આવેલા સાધિવિગ્રહિકને શ્રી મયણલ્લદેવીના પિતા જયકેશીરાજના ખુશી ખબર પૂછવામાં આવતાં તેણે આંખમાં આંસ સાથે મયણલ્લાદેવીને નીચે પ્રમાણે ખબર આપ્યા. બાઈ સાહેબ ! પ્રભાતમાં નામ લેવા જેવા જયકેશી મહારાજાએ જમવા વખતે પાંજરામાંથી પાળેલા પિપટને બોલાવ્યા. પિપટ “બીલાડું” એમ બોલ્યો. એટલે રાજાએ ચારે તરફ જોઇને પિતાને જમવાના ભાતને વાસણની નીચે છુપાયેલ બીલાડીને જોયા વગર પિપટને કહ્યું કે " જે બીલાડાંથી તારે નાશ થાય તો હું પણ તારી સાથે મરણ સ્વીકારીશ.” રાજાએ આવી પ્રતિજ્ઞા કરી, એટલે જેવો
પાંજરામાંથી ઉડીને તે સોનાના વાસણ ઉપર બેઠે કે એકદમ તે બીલાડીની દાઢથી તેને નાશ થએલો જોઈને રાજાએ અનાજનો કોળીઓ
૯૬ કાશીને રાજા જયચંદ્ર તે કનોજને ગહડવાવ જયચંદ્ર જ; એ વિ. સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૭૦) માં ગાદીએ બેઠે હતો એટલે તે સિદ્ધરાજને સમકાલીન નહોતે, (જુઓ ફની કોલેજ ઓફ ઈન્ડીયા પૃ. ૨૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org