________________
સિદ્ધરાજ પ્રબંધ
૧૫૯ મુકી દીધું. અને વચનના યુક્તિથી ખુલાસા કરવામાં હુશીઆર એવા રાજવર્ગે ક્યા છતાં
(૪) ભલે રાજ્ય જવ, ભલે લક્ષ્મી જાવ, ભલે એક ક્ષણમાં પ્રાણ જાવ, પણ મેં જાતે જ જે વાણી કાઢી તે વાણી કેઈ કાળે વ્યર્થ ન જાવ.
આ શબ્દ, તે ઈષ્ટ દેવતા ન હોય તેમ, જપતા જપતા જયકેશી પિપટ સાથે લાકડાં ખડકેલી ચિતામાં પેઠા. આ વાત સાંભળીને શોક સમુદ્રમાં ડુબી ગયેલી મયણલ્લાદેવીને ખાસ ધર્મોપદેશરૂપ હાથને ટેકે આપીને, વિદ્વાને એ તે શક સમુદ્રમાંથી બહાર કાઢી.
પય પછી શ્રી મયણલદેવી પિતાના કલ્યાણ માટે શ્રી સોમેશ્વર પાટણની યાત્રાએ ગયાં. અને ત્યાં કોઈ ત્રણ વેદ જાણનાર બ્રાહ્મણને બોલાવીને તેના હાથમાં પાણી મુકતી વખતે “જે ત્રણ જન્મ (પૂર્વજન્મ, વર્તમાન જન્મ અને ભાવિ જન્મ)નું પાપ લેતે હેતે, આ દાન આપ્યું નહિત ન આપું.” એમ કહ્યું. તેના આ વચનથી વધારે સતિષ પામીને તેણે હાથી, ઘોડા સેનું વગેરેવાળા પાઘડાનું દાન લીધું. અને પછી તેણે એ બધું બ્રાહ્મણને આપી દીધું, એટલે રાણીએ “આને શું અર્થ?” એમ પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યો કે “પૂર્વ જન્મનાં પુણ્યથી આ જન્મે તમે રાજાની રાણ, અને રાજમાતા થયાં છે અને આ લેકોત્તરદાનેથી અને સત્કર્મોથી ભાવિ જન્મ પણ તમારે કલ્યાણકારી થશે. એમ વિચારીને મેં ત્રણ જન્મનું પાપ ગ્રહણ કર્યું. તમે પાપધટનું દાન આપવા માંડયું એટલે કેઈક અધમ દિજ પાપઘડાને લઈને પોતાને અને તમને સંસાર સમુદ્રમાં ડુબાડી દેશે એમ ધારીને બધાં ધનને જેણે ત્યાગ કર્યો છે એવા મેં આ ધન લઇને પાછું દાનમાં આપી દીધું એટલે જે (ધન) મેળવ્યું હતું તેથી આઠગણું પુણ્ય મેળવ્યું” આ રીતે તેણે કલ્યાણ મેળવ્યું.
આ પ્રમાણે પાયઘટ પ્રબંધ પુરો થયે. ૫૪ એક વખત માળવા દેશ સાથે લડીને સ્વદેશના લશ્કરી મુકામ તરફ નીકળેલા શ્રી સિદ્ધરાજે વચ્ચે શુરવીર ભીલોએ રસ્તા રોકો છે એમ જોયું. આ વૃત્તાન્ત જાણવામાં આવતાં સાન્ત નામના મંત્રીઓ ગામેગામથી અને દરેક શહેરમાંથી ઘોડાઓ ઉઘરાવી તથા દરેક બળદ ઉપર પલાણ નાખી મો, સન્ય એકઠું કરી ભીલને નસાડી શ્રીસિદ્ધરાજને સુખપૂર્વક આણ્યા. આ પ્રમાણે સાત્ મંત્રી પ્રબંધ કે બુદ્ધિ વૈભવ
પ્રબંધ પુરા થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org