________________
૧૫૪
પ્રબંધ ચિતામણી ક એક વખત શ્રી જયસિહદેવ માળવા જીતીને પાછા આવતા હતા ત્યારે ઉંઝા ગામ આગળ લશ્કરને પડાવ નાખ્યો. એટલે તે ગામના લોકોએ મોસાળીયા ૯૦ બનીને મુખ્યત્વે દુધવાળા ખોરાકથી તથા બીજી એગ્ય ચીજ વસ્તુઓ પુરી પાડીને રાજાને સંતુષ્ટ કર્યો. પછી રાતે સિદ્ધરાજ ગુપ્ત વેષમાં તેઓનાં સુખ દુ:ખ જાણવાની ઇચ્છાથી નીકળ્યો અને કોઈક ગામડીઆને ઘેર ગયે. જાતે ગાય દેહવામાં રોકાયેલ હોવા છતાં તે ગામડીઆએ “તું કોણ છે?' એમ પૂછ્યું, ત્યારે રાજાએ “હું મહારાષ્ટ્ર દેશને રહેવાસી સોમેશ્વર (યાત્રાળુ ) કાપડી-બાવો છું” એમ જવાબ આપે. એટલે તેણે મહારાષ્ટ્ર દેશના તથા ત્યાંના મહારાજાના ગુણદોષ સંબંધી પૂછ્યું. ત્યારે રાજાએ ત્યાંના રાજામાં ૯૬ ગુણ છે એમ પ્રશંસા કરી, તેની સરખામણીમાં ગૂર્જર દેશના રાજાના ગુણદોષ પૂગ્યા. એટલે ગામડીઆએ સિદ્ધરાજની પ્રજાને પાળવાની ખુશીઆરી, સેવકે ઉપર અસામાન્ય વત્સલતા, વગેરે ગુણે કહેવા માંડયા. પછી બાવાએ રાજાના બનાવટી દેષો ઉત્પન્ન કરવા માંડયા, ત્યારે ગામડીઆએ “અમારાં મંદ ભાગ્યથી રાજાને દીકરી નથી એ એકજ તેને દેષ છે.” એ પ્રમાણે નિષ્કપટ ભાવથી આંખમાં આંસુ સાથે જ્યારે કહ્યું, ત્યારે રાજાને સંતોષ થયો. પછી બીજે દિવસે સવારે બધા મળીને રાજાનાં દર્શનની ઉત્કંઠાથી રાજમહેલમાં ગયા અને રાજાને પ્રણામ કરીને રાજાના પિતાના અતિશય સુંદર પલંગ ઉપર જ બેસી ગયા. આવનારને આસને આપનારા રાજ સેવકોએ જુદાં આસને આપ્યાં પણ એ ગામડાના લેકે તો હાથ ફેરવીને રાજાના પલંગની કુમાશ જોતાં જોતાં “અમે તે અહીં જ ઠીક બેઠા છીએ ” એમ કહીને બેઠા રહ્યા, અને રાજાએ ધીમું ધીમું હસ્યા કર્યું. આ પ્રમાણે ઉઝા ગામના ગામડીઆઓને પ્રબંધ પર થયે.
૪૭ હવે ઝાલા જતને માંગૂ નામનો એક ક્ષત્રિય શ્રી સિદ્ધરાજની સેવા માટે એની સભામાં જાય ત્યારે જ બે પરાઈ (કાશ) જમીનમાં નાખીને (તે ઉપર) બેસે અને ઉભો થાય ત્યારે બેય ઉપાડી લીએ. એને જમવામાં એક કુડલે ઘી જોઈએ અને ઘી ચોટલ દાઢીને જોયા છતાં તેમાં સોળ ભાગ ધી ભરાઈ રહેતું. એક વખત તેની તબીયત ઠીક ન હોવાથી પથ્થમાં પાંચ માનક (લગભગ ચાર રતલ) જેટલી યવાગુ (ચોખા
૯૦ મૂળમાં પ્રતિપન્નમતિઃ એમ શબ્દ છે આ મોસાળીયાને દાવો કયાંથી આબે, એ માટે રાસમાળા પૃ. ૨૨૭ માં એમ લખ્યું છે કે મયણલદેવીનું લગ્ન થયું તે પહેલાં તેને ઉઝાના મુખી હિમાળાના ઘરમાં રક્ષણ મળ્યું હતું, એવી દંતકથા હજી સુધી ત્યાં ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org