________________
સિદ્ધરાજ પ્રબંધ
૧૫૩ વિનતિ કરી. એટલે તેણે સાબરમતીને કાંઠે આવેલ આશાંબિલી ગામ તેઓને આપ્યું. અને સિંહપુરથી થાન્ય લઇને જતાં આવતાં આપવાને કર માફ કર્યો.૯૯
૪૫ એક વખત સિદ્ધરાજે માળવે જતાં વારાહી ગામના પાદરમાં ઉતારો કરીને, તે ગામના પટેલીઆઓને લાવ્યા અને તેઓની ચતુરાઈની પરીક્ષા કરવા માટે પિતાની મુખ્ય પાલખી થાપણ તરીકે તેઓને સોંપી. પછી રાજા ત્યાંથી આગળ ચાલ્યા એટલે તે બધા પટેલીઆઓએ ભેગા મળી તે પાલખીના બધા ભાગે છૂટા કરી જેમ ઠીક પડ્યું તેમ સૌએ પિત પિતાને ઘેર રાખી દીધા. જ્યારે રાજા પાછો આવ્યો અને તે થાપણું તેઓ પાસે પાછી માગી ત્યારે તેઓ જુદા જુદા કટકાઓ લઈ આવ્યા; એ જેને રાજાને આશ્ચર્ય થયું અને “આનો શું અર્થ?” એમ પૂછ્યું, ત્યારે તેઓએ જવાબમાં વિનતિ કરી કે “મહારાજ ! અમારામાંથી કોઈ એક તે આ વસ્તુ સાચવી શકે એ શક્તિવાળો નથી. અને કદાચ ધાડપાડુઓ વગેરેથી કાંઈ નુકશાન થાય તે મહારાજાને કેશુ જવાબ આપે? આમ વિચાર કરીને અમે આ રસ્તો લીધે છે.” આ સાંભળી આશ્ચર્ય સાથે મનમાં હસતા રાજાએ તેઓને બુચ (કે બુચ) નું બિરૂદ આપ્યું.
આ પ્રમાણે વારાહી બૂચ પ્રબંધ પુરે થયે. ૮ આ સિંહપુર તે તે હાલનું સિહોરજ છે. એ સિદ્ધરાજે વસાવ્યું તથા ત્યાં બ્રાહ્મણોને ગામો આપ્યાં એટલી વાત દ્વયાશ્રય (૧૫ શ્લો, ૯૭–૯૮)માં પણ છે. જો કે દંતકથા મૂળરાજે ઔદીચ્ય બ્રાહ્મણોને સહેર આપ્યું એમ છે. ( જુઓ રાસમાળા ૫, ૯૧ )
એ ગામને અગ્રહાર કહે છે એ ઉપરથી તે એ બ્રાહ્મણોને દાનમાં આપ્યું જણાય છે. પણ વછારને પડત્તરાર્ત પ્રામઃ એ મૂળના શબ્દોને ફાર્બસ સાહેબે એક ગામ બ્રાહ્મણને દાનમાં આપ્યાં ( એમની પાસેની હસ્ત પ્રતમાં ૫ડત્તર શબ્દ નહિ હેય) એ અર્થ કર્યો છે. ટેનીએ એ દાનના લેખમાં ૧૦૬ ગામ હતાં એમ અર્થ કર્યો છે. રા. દી. શાસ્ત્રીએ પણ એને મળતે અર્થ કર્યો છે. વાલાક દેશમાં સિંહપુર વસાવ્યું એમ મૂળને સ્પષ્ટ અર્થ છે પણ રાસમાળામાં વાલાક દેશ તથા ભાલમાં સો ગામ આખ્યાં એમ વાકય છે.
આશામ્બિલી તે કયું ગામ ? રાસમાળામાં આશાવલી લખ્યું છે. સાબરમતીને કિનારે જ આશાપલીથી જ કોઈ આશાંબિલી હશે કે આશાપલ્લી જ પાઠ જોઇએ?
૯ ફાર્બસ સાહેબે બુચપાઠ પસંદ કર્યો છે અને તેને અબુધ-ભોળા-મુખ જેવો અર્થ કર્યો છે. રા.દી, શાસ્ત્રી પણ એ જ અર્થ કરે છે. બીજુ મૂળમાં થાપણની વસ્તુનું નામ લેવાથી તે શું ? પાલખી કે રાસમાળામાં કહ્યું છે તેમ રથ ? તેની તે litter અર્થ કરે છે.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org