________________
૧૩૬
પ્રબંધ ચિંતામણી
(જુઓ રાસમાળાનું ગુ. ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૦૭ થી ૨૧૯) આ વાર્તાનાં કેટલાંક સૂમ બીજો પ્ર-ચિ. ના ઉપરના-૩૪ મા પ્રબંધમાં મળે છે, પણ મેરૂતુંગનું તેમજ બીજા જેન લેખકનું લક્ષ્ય તે ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર બંધાવાનો પ્રસંગ શી રીતે આવ્યો એ કહેવા ઉપર છે. સોરઠને રાજા કેણ હતો? તેનું શું થયું ? એ બધી, એ લેખકોને મન, ગૌણ બાબત છે. એટલે એ ગૌણ વિષયના વર્ણનમાં કવચિત ગેટાળો પણ થઈ જાય છે. પણ આપણે માટે તે રાણકદેવી રાખગારની વાર્તાનો કેટલે અશ પ્ર-ચિ. માં મળે છે અને એમાં ઐતિહાસિક તથ્ય કેટલું હેવાને સંભવ છે એજ મુખ્ય વિચારણીય વસ્તુ છે.
૧ રાણકદેવી નામની, તેના જન્મની, તે કુંભારને ઘેર ઉછર્યાની સિદ્ધરાજ સાથે તેના સગપણની કે પંગાર તેને પરણી ગયાની કશી વાત પ્રબંધ ચિંતામણીમાં નથી. ભાટેના કહેવા પ્રમાણે કાલડીના દેવડાની પુત્રી રાણકદેવી હોવાની પણ પ્ર. ચિ. ને ખબર નથી. પણ (૧) સિદ્ધરાજે પહેલાં અનેક વખત નિષ્ફળ પ્રયાસો કર્યા (૨) પછી સોરઠનાક આભીર રાણાને હરાવ્ય, (૩) તથા માર્યો (૪); આ કામમાં સોરઠના રાણાના ભાણેજોએ તથા તેની રાણીએ કાંઇક સંકેત તેમજ કરાર કરેલો (૫) પણ સિદ્ધરાજે એ કરાર શબ્દછળ કરીને ખરેખર પાળ્યો નહિ. (૬) છેવટ સેરઠના રાણાની રાણીએ શોકમાં પડીને કેટલાક માર્મિક સેરઠાએ કહ્યા. આટલી વાત પ્ર. ચિં. માં ટુંકામાં છે. સેરઠ લીધા પછી ત્યાંની વ્યવસ્થા માટે સિદ્ધરાજે સજજનને નીમ્યો વગેરે ૩૬ મા પ્રબંધની વાત ને રાણકદેવી રાખગારની વાત સાથે કશો સંબંધ નથી. - (૧) સિદ્ધરાજે એક કરતાં વધારે વખત સોરઠ લેવાનો પ્રયાસ કર્યો હશે એમ માનવામાં વાંધો નથી. પ્ર. ચિ. અને પ્રભાવક ચરિત (હેમચંદ્ર સરિ પ્ર. લો. ૪૩૭ ) બેયમાં એક સરખું કથન છે. અને મૂળરાજના વખતથી તે લગભગ છેવટ સુધી પાટણના રાજાઓ સેરઠના રાજાઓ સાથે લડ્યા કર્યા છે. પ્ર. ચિ. અગીઆર વખત કહે છે તે આંકડો સાચો માનવાની જરૂર નથી. પૃથ્વીરાજે મ્લેચ્છ રાજા (શાહબુદ્દીન) ને એકવીશ
૪ જૂનાગઢના રાજાઓ હાલમાં યાદવ કહેવાય છે, માટે તેઓને યાદવ જ કહે છે. પણ પ્ર-ચં, તથા દ્વયાશ્રય તેને આભીર કહે છે, છેક મહાભારતના કાળથી યાદને ગાળ દેવી છે ત્યારે આભીર-ગોવાળ કહે છે. આ વિષે વધારે વિવેચન માટે જુઓ “યાદવોનું કુળ” નામે મારે નડિઆદની સાહિત્ય પરિષદમાં આપેલા નિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org