________________
લેજ અને ભીમના પ્રબંધ
૧૩૭ વાર હરાવેલો એમ પ્ર. ચિં. કહે છે, ખરી વાત એક વખત હરાવ્યો હતે એમ છે.
(૨) સોરઠના રાણાનું નામ શું હતું ? પ્ર. ચિ. માં નવઘણું લખ્યું છે, પણ તે નવઘણની રાણીના મોઢામાં મુકેલાં વચનમાં અંગાર અને નવઘણુ બેય નામ મળે છે. ભાટની દંતકથા આ ગોટાળાનો ખુલાસો નવઘણ અને ખેંગારને પિતા પુત્ર માનીને તથા સિદ્ધરાજે નવઘણને પહેલાં હરાવ્યો, પછી એનું વેર લેવા પગારે પાટણને પૂર્વ ભણીને દરવાજે તેડી પાડ; પછી સિદ્ધરાજ સાથે જેનું લગ્ન નક્કી થયેલું તે રાણકનું ખેંગારે હરણ કર્યું, પરિણામે સિદ્ધરાજે સેરઠ ઉપર ચડાઈ કરી અને ખેંગારના ભાણેજ દેશળ વીશળની મદદથી ખેંગારને મારી નાખ્યો અને રાણકદેવી વઢવાણ આગળ સતી થઈ. એ રીતે વાર્તા ગોઠવીને કરે છે (જુઓ રાસમાળા ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૦ થી ૨૦૫) રાસમાળાના કર્તા તથા તેને અનુસરીને શ્રી. ક. મા. મુનશી ગુજરાતના નાથમાં એ ક્રમમાં પ્રસંગે વર્ણવે છે.
પણ પ્ર. ચિ. માંથી નવઘણ અને ખેંગાર બેય સાથે યુદ્ધ થયાને અર્થ કઈ રીતે નીકળતું નથી. બીજું પ્ર. ચિં. થી પ્રાચીનતર કીતિકૌમુદી ( સ. ૨ શ્લે-૨૫) રેવંતગિરિ રાસ (કડવું. ૧ શ્લે. ૮) અને પ્ર. ચિ.ના સમકાલિન પ્રભાવક ચરિતમાંથી પણ સોરઠના રાજાને સિદ્ધરાજે બે વખત હરાવ્યાને અર્થ નીકળતા નથી અને સોરઠના રાજાનું નામ એ ગ્રંથમાં ખેંગાર આપ્યું છે. ત્યારે સાચું શું ? વધારે પુરાવાઓ સિદ્ધરાજથી હારનાર રાજાનું પિંગાર નામ હેવાનું કહે છે. પણ પ્રભાવક ચરિતમાં એક સ્થળે ખેંગારને સિદ્ધરાજે માર્યો (હે. સ. પ્ર. લે. ૪૬૩) એમ કહેલું છે અને બીજે સ્થળે સિદ્ધરાજને કનેડનાર તથા કુમારપાલ રાજાના વખત સુધી જીવતા સેરઠના રાજાનું નામ નવઘણ લખેલું છે ( એજન . ૪૩૦ ) પ્ર. ચિં. ના દુહામાં તથા પ્ર. ચ. માં આ રીતે નવઘણ અને ખેંગાર બેય નામે મળે છે તેને એક ખુલાસો એ થાય કે સોરઠના એ ચૂડાસમા રાજાઓ બધા નવઘણ કહેવાતા હોય, અથવા ભાટ કહે છે તેમ ખેંગારના પિતા તથા પુત્રનું નામ નવઘણ હોય. (જુઓ ભાટોના ચોપડાઓ ઉપરથી તારિખ. ઈ. સેરઠમાં તથા તે ઉપરથી કાઠીઆવાડ ગેઝીટીઅરમાં ઉતારેલી ચૂડાસમાઓની વંશાવળી પૃ. ૪૯૩–૪૯૪).
સિદ્ધરાજ જયસિંહના એંતહાસિક વૃત્તાન્તના છેલ્લા લેખક શ્રી. ગૌ. હી. ઓઝા પણ રાસમાળાને અનુસરી નવઘણ અને ખંગાર બેય સાથે યુદ્ધ થયાનું માને છે. પણ ભાટની દંતકથાને એટલું બધું વજન આપવા જેવું
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org