________________
ભોજ અને ભીમના પ્રબંધો
૧૩૫
મકાનમાંથી બહાર ખેંચી કાઢી, દ્રવ્ય રાખવાનાં વાસણોથીજ મારીને મારી નાખ્યો. અને એને દ્રવ્યથીજ માર્યો છે એ પ્રમાણે તેની રાણીઓને શબ્દ ૨છળથી સમજાવી.
શોકમાં પડેલી તેની રાણીનાં નીચેનાં વચનો પ્રચલિત છે –
(૨૩) જુઓ સખિઓ ! હવે તે રાણે નથી, અને તેનું કુટુંબ પણ નથી. તે બધું અને પ્રાણે પણ ખગાર સાથે અગ્નિમાં હામીએ છીએ.
(૨૪) બધા રાણું વાણી છે અને જેસલ મેટ શેઠ છે. અમારા ગઢ હેઢળ આ શું વેપાર માંડ ?
(૨૫) હે મોટા ગિરનાર, તેં મનમાં શું અદેખાઈ રાખી છે? કે ખંગાર મરતાં એક શિખર પણ ન પાડયું ?
(૨૬) અરે જેસલ! અમારા રહેઠાણને છોડીને અમે વારે ઘડીએ ખરાબ દેખાઈએ છીએ. કારણ કે નદી પેઠે નવઘણ (નવઘણ રાજા તથા નવાં વાદળાં ) વગર ન પ્રવાહ આવતું નથી.
(૨૭) વઢાઈ ગયા છતાં વઢવાણ ભુલાવ્યું ભુલાતું નથી. કારણ કે સેના જેવા પ્રાણ ભોગાવે ભગવ્યા છે.
આ અને આવાં બીજાં ઘણાં વાક્યો આ પ્રસંગને યોગ્ય મળી આવે તે અહીં સમજી લેવાં.૧૯
પરિશિષ્ટ ખેંગાર (કે અંગાર) અને તેની રાણી સેરઠ ઉપર સિદ્ધરાજે કરેલી ચડાઈને દયાશ્રયમાં તે ઉલ્લેખ જ નથી. તેમજ સુ-એ, સુકી-ક, વ-વિ, તથા વ-તે-પ્ર-માં પણ નથી, પણ પ્ર-ચિં. ઉપરાંત પ્રભાવક ચરિત, તીર્થ કલ્પકી-કૌ-, રેવત ગિરિરાસુ, તથા સિહરાજના દેહદના લેખમાં કાંઈક સૂચન મળે છે. એટલે એ બનાવને ઐતિહાસિક માનવામાં વાંધો નથી. પણ પ્ર-ચિ. માં આપેલી ટુંકી વાતને લેક કથામાં ભાટ ચારણો તથા તૂરીઓને હાથે ખૂબ વિસ્તાર થયો છે. હાલમાં પ્રચલિત રાણકદેવી રાખેંગારની વાત અતિ લોકપ્રિય છે. તૂરીઓ પાસેથી સાંભળેલી રાણકદેવી રાખગારની વાર્તા તેમાં આવતા દુહા-સોરઠા સાથે રાસમાળામાં ઉતારી છે.
પઃ મેરૂતુંગે છેલ્લા વાકયમાં કહ્યું છે તેમ આવા ઘણા દુહાઓ એ જમાનામાં પ્રચલિત હશે અને તેમાં જમાને જમાને વધારે પણ થયું હશે. પ્ર. ચિં. ની એક પ્રતમાં ત્રણ દુહા વધારે મળે છે. (જુએ મૂળ પૃ. ૧૦૪ ટિ.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org