________________
ભેાજ અને ભીમના પ્રધા
૧૨૯
(૧પ) વિષ્ણુ પેઠે બલિને બાંધનાર, તથા શંકર પેઠે ત્રણ શક્તિયુક્ત અને બ્રહ્માપેઠે કમલ ( કમલા-લક્ષ્મી)ના આશ્રયરૂપ શ્રીમૂલરાજ રાજા જય પામે૪૮ છે.
વગેરે (પ્રશસ્તિના શ્લોકા છે ). વળી શ્રીસિદ્ધરાજના દિગ્વિજયના વર્ણનને ૪૯યાશ્રય નામે ગ્રન્થ પણ શ્રીહેમચન્દ્રે રચ્યા છે.
(૧૬) ભાઇ, હવે પાણિનિના પ્રલાપે વીંટી લીમ્બે, પાણિનિ વ્યાકરણ ભણવું બંધ કરા ) કાતંત્ર ( એક વ્યાકરણ ગ્રન્ય )ની ગાદી તે નકામી છે, શાકટાયનની કડવી વાણી હવે ખેલામાં, ક્ષુદ્ર ચાન્દ્રને તે કરવુંજ શું ? અને કંઠાભરણુ વગેરે ખીજાં ( વ્યાકરણે )થી તે હવે કાણુ પાતાને ભારે મારે? કારણ કે હવે મીઠા અથવાળી શ્રીહેમચંદ્રની ઉક્તિએ સંભળાય છે. ૨૮ એક વખત શ્રી સિદ્ધરાજે પાટણના ત્રિપુરૂષપ॰ વગેરે રાજપ્રાસાદે અને સહસ્રલિંગ વગેરે ધર્મસ્થાના યશાવર્માને દેખાડીને પૂછ્યું કે દેવા સંબંધે દર વર્ષે એક ક્રોડ દ્રવ્ય વપરાય છે તે ઠીક કે નહિ ?” ત્યારે તેણે જવાબ આપ્યા હું અઢાર લાખ માળવાને૫૧ ધણી તમારી પાસે ક્રમ હારી ગયે ? સિદ્ધહૈમ વ્યાકરણ ૧૧૯૭ ની આસપાસમાં રચાયું હોવાના ખુલ્હેરે ત કર્યો છે, ૧૧૯૪-૯૫ માં રચાયું હોવાને મારા તર્ક છે. કુમારપાલના વખતમાં એ ભણાવવામાં વપરાતું ( જુએ મેહપરાજય અ. ૧). આ વ્યાકરણ રચનાનો પ્રબંધ જિ. ગણિના કુ. પ્ર. માં છે, ( પૃ. ૧૬ )
..
૪૮ સિદ્ધ હૈમ પ્રશસ્તિને આ વ્હેલા શ્ર્લોક છે, એમાં હેમચન્દ્રે વિષ્ણુ, રાકર અને બ્રહ્મા સાથે મૂળરાજની તુલના કરી છે. બલિ એટલે વિષ્ણુપક્ષે અશ્ચિ રાજા અને મૂળરાજપક્ષે બળવાન શત્રુ, જો કે ટાનીએ બલિને અથ કર ગણીને કર સ્થિર કરનાર એવા અ કર્યાં છે. ત્રિશક્તિ એટલે શકરપક્ષે ત્રણ શ કરપત્નીએ અને મૂળરાજ પક્ષે પ્રભુ શક્તિ, મત્ર શક્તિ અને ઉત્સાહ શક્તિ, કમલાશ્રયને અ બ્રહ્મા પક્ષે કમળમાં રહેલા અને મૂળરાજ પક્ષે કમલા= લક્ષ્મીના આશ્રયરૂપ,
૪૯ હેમચન્દ્રે રચેલા ચાશ્રય કાવ્યમાં કેવળ સિદ્ધરાજના દિગ્વિજયનું વન નથી, પણ મૂળરાજથી કુમારપાલ સુધીના રાનએનું વણન છે.
૫૦ ત્રિપુરૂષ પ્રાસાદને મૂળરાજ પ્રબંધમાં ધર્મસ્થાન કહેલ છે ( જુએ મૂળ પૃ. ૨૬, ૨૭) અને અહીં રાજપ્રાસાદ કહે છે, તે શું સમજવું ? એ જ કે રાજપ્રાસાદના અ` રાજમહેલ નહિ પણ મેઢું મદિર
૫૧ આ અઢારલાખ, ( કે સપાદ લક્ષ્=સવા લાખ) વગેરેથી વિવક્ષિત શું છે ? ફાર્માંસ સાહેબે વાર્ષિક અઢાર લાખ ઉત્પન્ન જેવું હેાય તે દેશ એવા અથ કર્યા છે, ટાનીએ અઢાર લાખ ગામડાં અ કર્યા છે, પણ એતે અસંભવ છે, સાત લાખની આસપાસ જ્યારે આખા હિંદુસ્તાનનાં ગામડાંની સખ્યા છે ત્યારે માળવામાં અઢાર લાખ કેમ હાય ?
१७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org