________________
૧૨૮
પ્રબંધ ચિંતામણી
પુસ્તકને પધરાવી, ઉપર શ્વેતછત્ર ધરાવી તથા ચામર વીઝનારીઓ પાસે બે ચામરથી પવન નખાવતાં રાજમહેલમાં લઈ આવી, ઉત્તમ પૂજાપાથી તેની પૂજા કરી, ભંડારમાં મુકાવ્યું. અને ત્યાર પછીથી રાજાની આજ્ઞાથી બીજી વ્યાકરણ બંધ કરી આ વયાકરણજ બધે (ગુજરાતમાં ) ભણવા માંડયું. ત્યારે કોઈ અદેખાએ “તમારા વંશનું વર્ણન આ વ્યાકરણમાં નથી” એમ કહેતાં રાજાને ક્રોધ ચડે છે, એવું રાજા નાં માણસો પાસેથી સાંભળીને શ્રી હેમાચાર્યો બત્રીશ કે નવા રચીને (સિદ્ધહૈમનાં) સૂત્રનાં બત્રીશ પાદમાં સંબંધ પ્રમાણે ગોઠવીને એક એક લખી દીધા. પછી સવારે રાજાની સભામાં વ્યાકરણ વંચાતાં ચૌલુક્યવંશની પ્રશંસાના લેકે વિચાવી રાજાને સંતોષ આપ્યો કે આ લોકેા (ની શરૂઆત) નીચે પ્રમાણે છે:
૪૭ આ સિદ્ધહેમ વ્યાકરણની રચના શી રીતે થઈ એ વિષે પ્રભાવક ચરિતમાં થોડી વિગતે વધારે આપી છે; માળવા છતીને આવેલા સિદ્ધરાજને આશીર્વાદ આપવા બધા ધર્માચાર્યો આવેલા વગેરે ઉપર આવી ગયેલને મળતું વર્ણન કર્યા પછી લખ્યું છે કે એ વખતે સિદ્ધરાજે હેમચંદ્રને વારંવાર પોતાની પાસે આવવા કહ્યું. હવે માળવાને જીતી ત્યાંની જે સમૃદ્ધિ-લુંટ સિદ્ધરાજે પાટણમાં આણેલી તેમાં માળવાને ભેટે પુસ્તક ભંડાર પણ હતા. અને રાજ્યના પુસ્તક ભંડારના અધિકારીઓ માળવેથી આવેલાં પુસ્તક તપાસતા હતા, ત્યાં એક પુસ્તક વિષે રાજાએ હેમચંદ્રાચાર્યને “ આ શું છે? ” એમ પૂછયું અને હેમચંદ્ર “ભેજ વ્યાકરણ છે એમ કહ્યું. (. ૫) તથા ભોજ રાજાનાં ગ્રંથકર્તા તરીકે વખાણ કર્યા (લે. ૭૬ થી ૭૮ ) આ સાંભળીને સિદ્ધરાજે કહ્યું કે “શું આપણા ભંડારમાં આવી શાસ્ત્ર પદ્ધતિ નથી ? આખા ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી ? ” આ સાંભળી બધા પંડિતોએ હેમચંદ્ર સામું જોયું અને રાજાએ ભક્તિથી પ્રાર્થના કરી કે “ તમે વ્યાકરણ શાસ્ત્ર છે. તમારા સિવાય બીજો કોઈ પડિત લખી શકે તેમ નથી. ” ( ો. ૮૦, ૮૧). આ રીતે હેમ વ્યાકરણ રચાયું. આ વાતના મુખ્ય મુદ્દાને હેમચંદ્રનાં પિતાનાં વચને ટેકે આપે છે. તેઓના ત્રિષહિટ શલાકા પુરૂષ ચરિત્રમાં રાજા કુમારપાલ હેમચંદ્રને કહે છે કે “તમે પૂર્વજ સિદ્ધરાજની માગણીથી સાંગ વ્યાકરણ રચ્યું છે અને શિદ્ધ હૈમ પ્રશસિતમાં લખ્યું છે કે
અતિ વિસ્તૃત, દુર્બોધ અને વિપ્રકીર્ણ વ્યાકરણના સમયથી કદર્શિત સિદ્ધરાજ જયસિ હે સોંગ પૂર્ણ એક નૂતન શબ્દાનુશાસન રચવાની આચાર્ય હેમચંદ્રને પ્રાર્થના કરી. "
જેનો પાસે વ્યાકરણ નથી એમ બ્રાહાણેની ટકાર વગેરે પ્ર. ચિં. ની વાત .. ચરિતમાં પણ છે ( . ૮૨, ૮૩ ) પ્રભાવક ચરિતમાં કાશમીસ્થી વ્યાકરણ અંશે મગાવેલા એમ કહ્યું છે. (એજન લે. ૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org