________________
ભેજ અને ભીમના પ્રબંધ
૧૨૭ પછી “આ તમે કબુલ કર્યું છે તે કામ પૂરું કરવું ” એમ કહીને રાજાએ રજા આપવાથી શ્રી હેમચન્દ્ર સૂરિ પિતાને સ્થાનકે ગયા.
૨૬ પછી (માળવા જીતીને પાટણમાં આવ્યા ત્યારે) “ યશોવર્મા રાજાના હાથમાં ઉઘાડી છરી આપીને તથા તેની આગળ હાથી ઉપર બેસીને અમે શહેરમાં પ્રવેશ કરશું ” એ પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા કરી છે એવું સાંભળીને મુંજાલ મંત્રીએ પ્રધાન પદનું રાજીનામું આપવા માંડયું ત્યારે રાજાએ આગ્રહથી એમ કરવાનું કારણ પૂછયું. અને મંત્રીએ જવાબ આપ્યો કે ---
૧૪ “ રાજાઓ ભલે સંધિ૪૫ કે વિગ્રહમાં ન સમજે પણ જે ( મંત્રીઓનું ) કહ્યું સાંભળે, તે એટલાથી જ તેઓ પડિત થઈ જાય.
આ પ્રમાણે રાજનીતિ શાસ્ત્રમાં કહેલું હોવાથી સ્વામીએ પિતાની બહિથી જ જે આ પ્રતિજ્ઞા કરી છે તે પરિણામે હિતકારક નથી. ” પછી “ ભલે પ્રાણ જાય પણ જગતવિદિત પ્રતિજ્ઞા તે નહિ છે” એમ રાજાએ કહ્યું, ત્યારે મંત્રીએ ધોળા રંગની રાળ ચોપડેલી છરી રાજાની પાછળ બેઠેલા યશોવર્માના હાથમાં આપી. અને એ રીતે તેની આગળ બેસી શ્રી સિદ્ધરાજે પરમ ઉત્સવ સાથે અણહિલપુર શહેરમાં પ્રવેશ કર્યો.૪૧
ર૭ ઉપર કહેલા પ્રવેશનું મંગલ કાર્ય પૂરું થયા પછી રાજાએ વ્યાકરણની વાત સંભારી એટલે અનેક દેશોમાંથી વ્યાકરણ જાણનારા પતિ પાસેથી મગાવી બધાં વ્યાકરણે એકઠાં કર્યા; અને પછી શ્રી હેમાચાર્યો શ્રીસિદ્ધહેમ નામનું પાંચેય અંગોવાળું સવાલાખ મલેકના પૂરવાળું વ્યાકરણ એક વર્ષની અંદર રચ્યું. પછી રાજાને બેસવાના હાથીના માથા ઉપર એ
૪૫ આ શ્લોકમાં સંધિ, વિગ્રહ અને આખ્યાત એ પ્રમાણે જે ત્રણ શબ્દો છે તે વ્યાકરણની તથા રાજનીતિ શાસ્ત્ર બેયની પરિભાષાના અર્થવાળા છે.
૪૬ ઉપરના વર્ણન ઉપરથી સિદ્ધરાજે પહેલાં કેદ કરેલા યશોવર્માને પાછળથી છોડયા હોય એમ લાગે છે. જરા આગળ ૨૮ મા પ્રબંધમાં યશોવર્માને સિદ્ધરાજે પાટણનાં સહસ્ત્રલિંગ સરેવર, મંદિરે વગેરે ધર્મસ્થાને બતાવ્યાં એમ વર્ણન છે એ જોતાં પણ પાટણમાં યશોવર્માને છુટા રાખ્યા હોય એમ લાગે છે. ચરિત્ર સુંદર ગણિત ૧ માળવાને રાજા નમી પડવાથી તેને રાજ્ય પાછું સયું ” (સ. ૧, ૨ ક. ૩૧ થી ૩૯) લખે છે, પણ ઉત્કીર્ણ લેખે જોતાં માળવાને કેટલોક ખાસ કરીને પૂર્વને ભાગ કુમારપાળ અને અજયપાલ સુધી ગુજરાતના રાજાઓને તાબે હતા એમ જણાય છે ( જુઓ I. A. 1932 octomber માં ગંગુલીને પરમાર વિષે લેખ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org