________________
૧૨૬
પ્રબંધ ચિંતામણી - ૨૪ એ વખતમાં હમેશાં બધા ધર્મના મુખ્ય પુરૂષોને આશીર્વાદ લેવા બેલાવવામાં આવતા હતા, તેમાં હેમચંદ્રને અગ્રેસર કરીને જૈન આચાર્યો પણ પિતાને ટાણે આવ્યા, અને સિદ્ધરાજને મળ્યા. જે વખતે રાજાએ વસ્ત્રો વગેરે આપીને ખુશી કર્યો, તે વખતે બધાએ એ રીતે આગળ કરેલ અપ્રતિમ પ્રતિભાથી શોભતા શ્રી હેમચન્દ્ર નીચે પ્રમાણેને આશીર્વાદ રાજાને આપે –
(૧૩) આ સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે, માટે હે કામદુધા! તારા છાણના રસથી આ ધરતીને સીંચી દે, હે રત્નાકર સાગરો ! તમે મતીઓના સાથીઆ રચે, હે ચંદ્ર! તારો ધડે ( અમૃતથી ) પૂરો ભર, અને તે દિશાઓના હાથીઓ! તમે કલ્પવૃક્ષોનાં પાંદડાને તમારી ઉંચી કરેલી સુંઢમાં બાંધી તેનાં તોરણે બાંધો.૭
૨૫ પ્રપચ વગરના આ કાવ્યને વિસ્તારથી અર્થ કરવામાં આવતાં તેના વચનની ચતુરાઇથી ચિત્તમાં ખુશી થયેલા રાજાએ હેમચંદ્રની જયારે પ્રશંસા કરી ત્યારે આ ન સહન કરી શક્તા કેટલાકે “અમારાં શાસ્ત્રો જાણીને આ વિદ્વત્તા તે મેળવીનાં?” એમ કહ્યું, એ વખતે રાજાના પૂછવાથી હેમચઢે કહ્યું કે “ જૂના કાળમાં શ્રી મહાવીર જિન ભગવાન પિતાની બાલ્યાવસ્થામાં ઈન્દ્ર પાસેથી જે વ્યાકરણ શીખેલા તે જૈન વ્યાકરણ અમે ભણીએ છીએ. ” આ વાક્ય સાંભળી “ એ પુરાણુ વાર્તા છેડી દીઓ, આપણું નજીકના કોઈ વ્યાકરણ કર્તા થયા હોય તો બતાવો ” એ પ્રમાણેનાં ચાડી ખાનારનાં વચન પછી હેમચન્ટે કહ્યું કે “ જે શ્રી સિદ્ધરાજ સહાય કરે તે ડાક દિવસમાં નવું પચાંગ વ્યાકરણ રચી આપું.”
માળવાના રાજાને સિદ્ધરાજે કયારે છો એ કઈ પ્રબંધમાં કહ્યું નથી પણ સિદ્ધરાજના તથા માળવાના ઉત્કીર્ણ લેખે જોતાં ૧૧૯૨-૯૩ માં માળવા જીત્યું જણાય છે. ૧૧૯૩ ના ગાળા ( ધ્રાંગધરા રાજ્ય) માં મળેલા લેખમાં પહેલ વહેલું સિદ્ધરાજનું અવંતીનાથ બિરૂદ જોવામાં આવે છે. ( જુઓ પુરાતત્વ પુ. ૪ એ. ૧. ૨. )
૪૩ ૧૩ મું કાવ્ય તથા તેને લગતો વૃત્તાન્ત પ્રભાવકચરિત ( હેમસૂરિ પ્રબંધ ) માં પણ છે.
૪૪ એક પ્રતમાં આ સ્થળે હેમચન્દ્ર સિદ્ધરાજ પાસે માન્યતા કેવી રીતે મેળવી તે વિષે હલકા ચમત્યારે ગુંથેલી વાર્તા લખી છે, જેમાં આઠમે તથા વૈદશે હેમચન્દ્ર સૂરિ જયસિંહના મહેલમાં જતા એમ કહ્યું છે અને ઉપર પ્રમાણે વિરોધ કરનારનું નામ આલિગ પુરહિત લખ્યું છે (જુઓ મૂળ પૂ. ૯૬ કિ.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org