SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રબંધ ચિંતામણી ૧૬ એક વખત મહામાત્ય સાન્ત હાથણું ઉપર બેસીને સ્વારીમાં નીકળ્યા હતા ત્યારે પાછા વળતાં પોતે કરાવેલા સાત્વસહિકામાં દેવને નમસ્કાર કરવાની ઈચ્છાથી, પિસવા જાય છે તે વેશ્યાના ખભા ઉપર હાથ રાખીને ઉભેલા કોઈ ચૈત્યવાસી વેતાંબર સાધુને જોયા. એટલે હાથણી ઉપરથી ઉતરીને ઉત્તરાસંગ કરી (ખેસથી મોટું ઢાંકી.) પાંચ અંગેથી ૨૮ નીચા નમી (ખમાસણું દેઈ) તેને નમસ્કાર કર્યો, અને ત્યાં જરાવાર રોકાઈને, ફરી પ્રણામ કરીને, ચાલી નીકળ્યા. આથી તેને એટલી શરમ લાગી કે તે પાતાળમાં પેસી જવા ઈચ્છતા હોય એમ નીચે મોઢે (ઉભો રહ્યો.) અને તેજ વખતે બધું છેડી દઈને માલધારિર૯ શ્રી હેમસૂરિ પાસે આમ્નાય ગ્રહણ કરી, વૈરાગ્ય રસના અતિ ઉકથી મન ભરાઈ જતાં શેત્રુજે જઈ બાર વર્ષ સુધી તપ કર્યું. [ વળી તેણે પોતાના જેવા બીજાને પણ ઉપદેશ આપી જગાડયા, (ત) મુનિ વિચાર કરે છે કે – (૪) હે, ભાઈ, મનડા, તું પિશાચ પિઠે કેમ દોડયા કરે છે ? એક અભિન્ન આત્માને છે અને રાગ તજી દઈને સુખી થા. ૫ હે મન, સંસારની મૃગ તૃષ્ણામાં નકામું શા માટે દોડે છે ? અને આ અમૃતમય બ્રહ્મ સરોવરમાં શા માટે ડુબકી મારતું નથી. ૩૦ ૧૭ એક વખત તે (સાન્ત) મંત્રી શેનું જે દેવનાં દર્શન કરવા ગયા હોય તે કણે છેવટનાં વર્ષોમાં કર્ણાવતી વસાવ્યું અને કર્ણાવતી સારી રીતે વસી ગયા પછી ત્યાં ઉદે રહેવા આવ્યા. અને તે પછી અમુક વખતે તે પૈસાદાર થયો તથા મંત્રી તરીકે પ્રખ્યાત થયે; અર્થાત સિદ્ધરાજના રાજ્યકાળનાં પણ કેટલાંક વર્ષો ગયા પછી ઉદ ઉદયન મંત્રી થયો હોવો જોઈએ અને એ વખતે એ પ્રૌઢ ઉમ્મરને હો જોઈએ. એટલે મુંબઈ ગેઝટીઅરમાં ગુજરાતના ઇતિહાસ લેખકે ઉદાને પણ કર્ણને મંત્રી માનેલ છે. (પૃ. ૧૭૦ ) તે યથાર્થ નથી લાગતું. એજ ગ્રંથમાં ઉદાને પાંચ દીકરા કહ્યા છે, અને ઉપરનાં ચાર નામ ઉપરાંત પાંચમું આહડ નામ લખ્યું છે તે પણું ઉપરનું સ્પષ્ટ વચન જતાં ભ્રમ લાગે છે. પ્ર-ચિં. ની કોઈક પ્રતોમાં ચાહકને બદલે આહડ કે આસ્થળ લખ્યું છે ખરૂં. ૨૮ બ્રાહ્મણ સાહિત્યમાં જેમ અષ્ટાંગ પ્રણામ કહેવાય છે તેમ જૈન સાહિત્યમાં પંચાંગ પ્રણામ કહેવાય છે. . - ર૯ રાજા કર્ણ પાસેથી માલધારી બિરૂદ મેળવનાર અભયદેવ સૂરિના શિષ્ય આ માલધારી હેમસૂરિ ( જુઓ પીટર્સનને ચેઘો રિપોર્ટ પૃ. ૬ અને ૧૬૦ ) ૩૦ આ કેંસમાં મુકેલો કટકો ચાર પ્રતમાં નહોતું અને સંબંધ જોતાં પ્રક્ષિપ્ત જે લાગે છે, છતાં મૂળમાં છાપ્યો છે એટલે તેનું ભાષાંતર પણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy