________________
ભેજ અને ભીમના પ્રબ
૧૨૧ હતા, ત્યાં પહેલાં ક્યાંક જોયા હોય એવા તે મુનિને પ્રણામ કરીને, તેનાં ચરિત્રથી જેના મનને ઘણું કુતૂહલ થયું છે એવા મંત્રીએ તે મુનિને તેનાં ગુરૂકુળ વગેરે પૂછ્યાં. ત્યારે “ ખરી રીતે તમેજ ગુરૂ છે ” એમ તેણે કહેતા કાન આડા હાથ દઈ એવું ન બેલે” એમ વસ્તુ સ્થિતિ જાણ્યા વગર જયારે મંત્રીએ કહ્યું, ત્યારે તેણે ખુલાસો કર્યો કે
() જે, જેને શુદ્ધ ધર્મમાં સ્થાપે તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ તેજ, ધર્મદાન કરવાથી તેને ધર્મ ગુરૂ થાય છે.
આમ કહીને મૂળ વૃત્તાન્ત જણાવી તેમને ધર્મમાં દ્રઢ ર્યા.
આ રીતે મંત્રી શાન્તને દઢ ધર્મતા પ્રબંધ પુરે . આ પછી (સિદ્ધરાજ ગાદીએ બેઠા પછી) શ્રી મયણલદેવીએ પૂર્વ જન્મના સ્મરણથી જાણેલે પિતાના આગલા જન્મને વૃત્તાન્ત શ્રીસિદ્ધરાજને જણાવી, શ્રી સોમનાથને યોગ્ય સવા કોડની સુવર્ણમય પૂજાની સામગ્રી સાથે લઇને યાત્રા માટે પ્રસ્થાન કર્યું. જયારે તે બાહુ ભેદ (ભોળાદ) પિચી ત્યારે ત્યાં પંચકુલ તરફથી બહુ ત્રાસ વેઠતા તથા રાજાને કર ન આપી શકવાથી આંખમાં આંસુ સાથે પાછા ફરતા કાપડી (એક જાતના શિવભક્ત સાધુઓ)ઓને જોઈને; જેના હૃદયરૂપી અરીસામાં તેઓને થતા ત્રાસનું પ્રતિબિંબ પડયું છે એવી મયણલ્લાદેવી જાતે જ પાછી વળી. ત્યાં રસ્તામાં સિદ્ધરાજ મળતાં તેણે પિતાની માતાને રોકીને વિનતિ કરી કે “માતાજી! આ સંભ્રમ છોડી દી,
અને શા માટે પાછાં વળો છે એ કહે.” ત્યારે મયણલદેવીએ જવાબ આપે કે “જે આ કર લેવાનું છોડી દેવામાં આવશે તો જ હું સંમેશ્વરનાં દર્શન કરીશ તથા અન્ન લઈશ, નહિ તો નહિ.” આ સાંભળીને રાજાએ પંચકુલને બોલાવીને તેની સનદ ૩૧માં બેતેિર લાખની (વાર્ષિક) આવકના આકડાનો વિચાર કરીને તે સનદને કાગળ ફાડી નાખીને, માતાના શ્રેય માટે કર છેડી દઈને માના હાથમાં તેનું પાણી મુક્યું. પછી મયણલદેવીએ શ્રી સોમનાથ જઈ સાથે આણેલી સુવર્ણ પૂજાથી દેવને પૂજીને તુલા પુરૂષદાન, ગજદાનર વગેરે મહાદાને આપ્યાં.૩
૩૧ મૂળમાં જુદા શબ્દ છે. રા. દી. શાસ્ત્રીએ પદો અર્થ કર્યો છે. ટોનીએ patent અર્થ કર્યો છે. આ કરને ઇજારે અપાતો હોય તે ઇજારો આપવાની સનદ–ખતપત્ર એ અર્થ થાય. એમ જ અર્થ હૈ જોઈએ. નહિ તે કાગળ ફાડી નાખવાની શું મતલબ હોય ?
૩૨ તલા પુરૂષદાન, ગજદાન વગેરે મહાદાનના પ્રકારે છે. પહેલામાં પોતાના વજન જેટલું સોનું આપવામાં આવે છે, બીજામાં શણગારેલો હાથી
૭૩ મીનલદેવીએ કરેલી એમનાથની યાત્રાને તથા બાહુાદ આગળના કર છોડાવ્યાને આ પ્રબંધ જિ-ગણિના કુમારપાલ પ્રબ ધમાં પણ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org