________________
ભેજ અને ભીમના પ્રબંધ
૧૧૯ તેના જેવામાં આવ્યા; એટલે તેણે “તમે કેણ છે?” એમ તેઓને પૂછ્યું. તેઓએ “ અમે અમુક માણસના મજુરે છીએ” એમ કહેતાં “ મારા ક્યાંય છે” ? એમ ઉદાએ પૂછયું, ત્યારે તેઓએ “ કર્ણાવતીમાં છે”૨૪ એમ કહ્યું, એટલે તે વાણીઓ પોતાના કુટુંબ સાથે ત્યાં ગયો. અને વાયટીય જિન મંદિરમાં જઈ વિધિપૂર્વક દેવને નમસ્કાર કરતો હતો ત્યાં લાછી નામની કઈ શ્રાવક છીપણે ૫ તેને સધાર્મિક (ધર્મભાઇ ) જાણીને નમસ્કાર કર્યો, અને “ તમે કોના મહેમાન છે? ” એમ પૂછયું. ત્યારે તેણે “ હું તો પરદેશી છું માટે (તમે કહો તે ) તમારા જ મહેમાન” એમ જવાબ આપ્યો; એટલે તે પિતાની સાથે ધેર તેડી ગઈ તથા કઈ વાણીઆને ઘેર રસોઈ કરાવી, જમાડી, પિતાના કાઈ ઘરમાં તળીયે રહેવાની ગોઠવણ કરી આપી.
૧૫ વખત જતાં પિતાની પાસે પૈસે વધતાં ઈટનું ઘર બંધાવવા માટે પાયે બદાવતાં તેમાંથી અઢળક ધન ઉદાને મળી આવ્યું. એટલે તેણે તે છીપણને બોલાવી તે ધન આપવા માંડયું પણ તેણે લીધું નહિ. આ ધનના પ્રભાવથી, ત્યારથી તે ઉદયન મંત્રી નામથી પ્રખ્યાત થયો. તેણે કર્ણાવતીમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના ચોવીશ તીર્થકરોથી સુશોભિત શ્રી ઉદયન વિહાર બંધાવ્યો. તેને જુદી જુદી સ્ત્રીના ચાહડદેવ, આંબડ, વાહડ અને સલાક નામના પુત્રો હતા.9
૨૪ આ રીતે માત્ર મશ્કરીમાં પૂછાયેલા પ્રશ્નને પણ ચોક્કસ સ્થાન કહેનાર જવાબ મળે તો તેને શકુન ગણવાની તેજ ઠેકાણે જરૂર ભાગ્યદય થાય એવી જૂના કાળમાં માન્યતા હતી એમ જણાય છે. ( જુઓ પાંચમાં પ્રકાશમાં રંકની વાર્તા. )
૨૫ છીપણ છીપાની સ્ત્રી, છીપા એટલે કપડાં છાપનાર (Clothprinter ) અત્યાર પેઠે હદાના વખતમાં નહિ તો મેરૂતુંગના વખતમાં તે છીપાની જુદી જાત હોવી જોઇએ. વાણુઓ તેનું ખાતા ન હોય એમ જણાય છે. કાઠીઆવાડમાં તે છાપવાનું કામ ખત્રીઓ કરે છે, પણ ઉદેપુર વગેરે બીજા સ્થળેમાં હિંદુ તેમજ મુસલમાન છીપાઓ એ કામ કરે છે.
૨૬ અહીં મૂળને પાઠ જરા અસ્પષ્ટ છે, બીજી પ્રતેના પાઠોમાં આથી વધારે ગડબડ છે. ટેની પેઠે મેં પણ મને સૂઝયો તે અર્થ કર્યો છે.
૨૭ ઉદયન મંત્રીને આ વૃત્તાન્ત જિ. ગણિના કુમાર પાવ પ્રબંધમાં પણ મળે છે. (પૃ. ૨૬ )
ઉદયન સંબંધી તથા તેના ચાર પુત્ર સંબંધી વધારે વૃત્તાન્ત આગળ કુમારપાલ પ્રબંધમાં આવશે. ઉપર આપેલો ઉદયન સંબંધી વૃત્તાન્ત જે સાચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org