________________
૧૧૮
પ્રબંધ ચિંતામણી દુખાવાને ઉપાય પૂછયો. ત્યારે તેને કેરડાના મૂળને રસ એની મારી સાથે લગાડવાનું કહ્યું. આ જોઈને રાજાએ “(એકજ દરદમાં દવાનો) આવે ફેર કેમ ?” એમ પૂછ્યું ત્યારે તેણે “દેશ, કાળ, બળ, શરીરની પ્રકૃતિ વગેરે બાબતોને વિચાર કરીને આયુર્વેદ જાણનારા ચિકિત્સા કરે છે ” એમ વિનતિ કરી.
૧૨ એક વખત કેટલાક ધુતારાઓએ એકમત થઈને તથા જુદી જુદી જોડીમાં વહેંચાઈને (નીચે પ્રયોગ કર્યો), એ ધુતારાઓની પહેલી જોડીએ બજારમાં “ આજ કાંઈ તમારી તબીઅત ઠીક નથી ? એમ લીલા વૈદ્યને પૂછયું. બીજી જેડીએ શ્રી મુંજાલ સ્વામી મંદિરના પગથી ઉપર સામા મળી એજ પ્રમાણે પૂછયું. ત્રીજી જેડીએ રાજગઢના બારણામાં પૂછયું અને ચોથી જેડીએ તેના પિતાના ઘરના૧૮ બારણામાં મળીને એજ પ્રમાણે પૂછયું. આ રીતે વારંવાર પૂછાવાથી પિતાની તબીઅત વિષે શિકા ઉત્પન્ન થઇને તેજ વખતે કાળજ્વર આવીને આ વૈવ તેરમે દિવસે મરણ પામ્યો. . આ રીતે લીલા વૈદ્યને પ્રબન્ધ છે.
૧૩ પછી સાતૂર મંત્રીના બતાવ્યા પ્રમાણે કર્ણના પુત્રે સિદ્ધરાજે) ૨૩ સ્વારીના મિષે અન્યાય કરનાર મદનપાલને મરાવી નાખ્યો.
૧૪ એક વખત મરૂ દેશમાં વસનારે, શ્રીમાળ વંશને ઉદા નામનો માઇ વાણીઓ પુષ્કળ ઘીની ખરીદી કરવા માટે ચોમાસામાં રાતની મુસાફરી કરતા હતા, ત્યાં એક ક્યારાનું પાણી બીજા કયારામાં વાળતા મજુરો
૧૯ મૂળમાં ફક્ત દૂતોને એટલું જ છે. પણ ઉપરના સંબંધથી રાજગઢમાં જઈને પાછા ઘેર આવ્યો ત્યાં પોતાના ઘરના બારણામાં એજ પ્રશ્ન થયે એ રીતે અર્થ બેસાર્યો છે. ૨૦ મૂળમાં માહેન્દ્ર વર શબ્દ છે.
લીલા વૈદ્ય ઉપર ધુતારાઓએ કરેલા પ્રયોગની આ વાત આ નામ શિવાય જુદી જુદી રીતે લાકમાં પ્રચલિત છે.
૨૨ સાન્ત મંત્રી કર્ણના વખતમાં પણ મહામાત્ય હતું એમ બિલ્હણની કર્ણ સુન્દરી ઉપરથી જણાય છે,
૨૩ મૂળમાં રાનપાડ્યાનેન એ રીતે શબ્દ છે. પારિજા એટલે રાજાની સવારી, પણ મદનપાલને મરાવવામાં એને શું ઉપયોગ ? બીજી પ્રતના પાઠ ઉપરથી ( જુઓ મૂળ પૃ. ૯૦ ટિ. ૩) સ્વારીના મિષથી તેને ઘેર જઈ માણસ પાસે મારી નખાવ્યો એમ અર્થ લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org