________________
૧૦૮
પ્રબંધ ચિંતામણી ઉમેરે છે. ભોજના જીવન ચરિત્રના પ્રસંગમાં સૌભાગ્ય સુંદરી સાથે તથા મદનમંજરી સાથે જ રાજાનાં લગ્નની વાત નવી છે. પાઠક રાજવલ્લભ વળી ભાનુમતીના વિવાહનું વર્ણન કર્યું છે પણ એ બધે ભાગ તદ્દન કલ્પિત લાગે છે.
ઇતિહાસ દષ્ટિએ ભીમ અને ભેજને સંબંધ અને ભજનો અન્ત એ વધારે આકર્ષક વિષયો છે. ભીમ અને ભોજના સબંધમાં મેરૂતુંગની દષ્ટિ ગુજરાતના લોકોની ચતુરાઈ અને હુશીઆરી ગર્વથી વર્ણવવા ઉપર છે. માળવા જેવા પડિત ગુજરાતમાં નથી એ હકીકતના પ્રતિકાર રૂપે ગુજરાતના લોકોની વ્યવહારચતુરતા-કુશળતાના (જુઓ સાંધિવિગ્રહિકડામરના પ્રસંગે પ્ર. ૧૧ વગેરેમાં તથા બીજા પ્ર-૭, પ્ર-૧ માં ) દાખલા મેરૂતુંગ આપે છે. આ બાબતમાં રત્નમંદિર ગણિ મેરૂતુંગને અનુસરે છે. પણ રત્નમદિર ગણિએ વિમલ મંત્રી પ્રબંધ ન લખે છે. જોકે મેરૂતુંગે વિમલ મંત્રીને ઉલેખ કર્યો નથી પણ એ મંત્રી ભીમના વખતમાં થઈ ગયા હોવાના બીજા પુરાવા છે, એટલે રત્નમંદિર ગણિને એ પ્રબંધ જોવા જેવો છે. મેરૂતુંગ અને રનમંદિરનો સાંધિવિગ્રહિક ડામર (હેમચંદ્ર તેને દામોદર કહે છે ) એ સાચું ઐતિહાસિક પાત્ર હોવાનો સંભવ છે.
ભીમ અને ભેજ વચ્ચે બનેલા બનાવોનું આ પ્રબંધકારોએ જે વર્ણન કર્યું છે તેમાંથી સાચું કેટલું એ નક્કી કરવું મુશ્કેલ છે. રત્નમદિર ગણિએ “ભેજ પાટણ જેવા ગયા, જે પાટણ ઉપર ચડાઈ કરી " વગેરે જે ભાગે પ્ર. ચિ. કરતાં વધારે ઉમેર્યા છે તે તે કલ્પિત જ લાગે છે. પણ મેરૂતુંગે જે પ્રસંગે વર્ણવ્યા છે તેમાંથી કુલચંદ્ર વાળો પ્રસંગ અને ભેજ પકડાતાં પકડાતાં રહી ગયે એ બેમાં કાંઈક તથ્થાંશનો સંભવ છે. કુલચંદ્ર વાળી વાત તે જે બેટી હોય તે ગુજરાતને અભિમાની મેરૂતુંગ લખેજ નહિ અને બીજી વાત માટે જુઓ ટિ. ૫૪
આ જૈન પ્રબંધકાર જૈનધર્મને ઉપદેશ ન આપે તથા બ્રાહ્મણ ધર્મ કરતાં કે જેમનાજ દિગંબર મત કરતાં પણ પિતાના મતની શ્રેષ્ઠતા દર્શાવવા પ્રયાસ ન કરે તો એ જૈન શાના? એ માટે ધનપાલ પ્રબંધ જોવા જેવો છે. પણ ભેજ ઉપર ધનપાલના ઉપદેશની અસર થઈ હેય એમ માનવાનું કારણ નથી.
ભેજને અન્ત–મેરૂતુંગે આપેલું ભોજના અન્તનું વર્ણન વિગતમાં કથારૂપ હોવા છતાં ઇતિહાસ દૃષ્ટિએ ઘણું ઉપયોગી છે. ભોજરાજા માળવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org