________________
ભેજ અને ભીમના પ્રબંધ
૧૦૭ ષ્યની પણછ ચડાવે, પશુછને કાન સુધી ખેચે, પછી હાથમાંથી બાણ છોડી દીયે અને મૃગલાના શરીરમાં એ બાણ લાગે ત્યાં સુધી પણ આ (ભાજ) કામદેવ છે અને મારા વહાલાને મારે વશ કરવા માટે કામબાણ મારે છે એમ સમજી હરણી નહાતી હતી, હૈતી ભાગતી, હૈતી ધ્રુજતી, હેતી હાલતી કે હતી ઠેકતી.
(૧૦૪) જેણે કલ્પદ્રુમ પેઠે દાન વડે સર્વ દરિદ્રતાને ભગાડી મુકી છે. જેણે બહસ્પતિ પેઠે શીઘ્રતાથી અનેક પ્રબધે રચ્યા છે, વળી જેણે અજુ ન પેઠે રાધાવેધ કર્યો છે, તે ભેજની લાંબા વખતથી કીર્તિ સાંભળીને તેને જેવા ઉત્સુક થયેલા દેવના સમૂહે તેને એકદમ બોલાવી લેવાથી ભેજરાજા સ્વર્ગે ગયા.
આ રીતે શ્રી મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિંતામણીમાં શ્રી ભોજ અને ભીમરાજાની અનેક સારી વાતે વર્ણવનારે બીજો પ્રકાશ પૂરો થયો.
પરિશિષ્ટ ભેજ અને ભીમ પ્રબંધ જે અહીં આપેલા છે, તેમાં મુખ્ય ચાર બાબતે દેખાય છે. (૧) ભજની દાન વીરતાના દાખલાઓ-આમાં મોટે ભાગે સંસ્કૃત ભાષા તથા સંસ્કૃત પદ્યરચના જાણનારને દાન અપાયાના દાખલાઓ છે. (૨) ભેજનું જીવન ચરિત્ર–એમાં ભેજના જીવનના આરંભને ભાગ પહેલા પ્રકાશમાં મુંજ પ્રબંધમાં આવી ગયો છે અને અન્તને ભાગ આ પ્રકાશના અન્તમાં છે જેનો વિચાર નીચે કર્યો છે. (૩) ભીમ અને ભોજને સંબંધ (૪) ભોજ અને ધનપાલ અથવા જૈન ધર્મ મહિમા.
(૧) ભોજની દાનવીરતા જૂના વખતમાં ખૂબ પ્રસિદ્ધ હતી. તેની પાસેથી દાન મેળવનાર કવિઓએજ આ મહિમા વધાર્યો હશે. પણ વખત જતાં ભોજનાં દાને સંબંધી દાખલાઓ અતિશયોક્તિ ભરેલા તથા એક જ પ્રકારના-( અમુક લાખ કે અમુક કટિ દ્રવ્ય અને હાથીઓ) લેક કથામાં ચડી ગયા જણાય છે. બધા પ્રબંધકોએ લગભગ સરખા દાખલા આપ્યા છે. ભેજ રાજાની સભાના કવિઓ વર્ણવતાં મેરૂતુંગે બાણ, મયુર, રાજશેખર અને માનતુંગને ભેજના સમકાલિન કહ્યા છે, એ ભૂલ છે. એ આગળ ટિપ્પણીમાં મેંળ્યું છે, માઘ પ્રબંધ પણ એ કારણથી કલ્પિત જ કરે છે. બલ્લાલે તે કાલિદાસ અને ભવભૂતિને પણ ભેજના સમકાલિન કહ્યા છે. વળી તેણે તો બીજી કોઈ વાતજ લખી નથી. ભેજ સંબંધી જૈન પ્રબધામાં મેરૂતુંગ પછી રત્ન મંદિર ગણિનો ભેજ પ્રબંધ જેવા યોગ્ય છે. એમાં મેરૂતુંગે કહેલી બધી વાત તે છે જ, પણ તે ઉપરાંત કેટલાક નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org