________________
૧૦૨
પ્રબંધ ચિંતામણી પિઠી (ત્યાંથી બચીને ગોવાળણ થઈ) તે હું ગવાળણ આજે છાશને શું શોક કરું?
એ પ્રદેશમાંથી મહી નદી નીકળી એમ લોકે કહે છે. આ પ્રમાણે ગેપગૃહિણી પ્રબંધ પુરો થયો.
૩૯ એક વખત ભેજ રાજા ખુશી થઈને એક શિલાનું નિશાન કરીને ઉત્સાહથી ધનુર્વેદનો અભ્યાસ કરતા હતા. ત્યાં એ જ વખતે મળવા માટે આવેલા “વેતાંબર શ્રીચન્દનાચાર્યે તરત બુદ્ધિ ઉત્પન્ન થવાથી નીચેનું સરસ વચન કહ્યું –
(૯૩) હે રાજા, શિલા વીંધાઈ ગઈ, હવે આ ધનુષ્યની રમત છેડે, હે દેવ! પથરાને વીંધવાના વ્યસનની રસિકતાને, પ્રસન્ન થઈને, હવે મુકી દીઓ. કારણકે આ રમત જે વધી જશે, અને કુળપર્વતના સમૂહને તમે જે તમારી આ ક્રીડાનું નિશાન બનાવશો તે આધાર ભાંગી પડવાથી, હે શ્રેષ્ઠ રાજા ! આ પૃથ્વી પાતાળના મૂળમાં પેશી જશે.
(આ લોકમાં પૃથ્વીના વિશેષણ રૂપે ત્રાધા એમ શબ્દો છે તેનો એક અર્થ આધાર ભાંગી પડવાથી અને બીજો અર્થ “ધારાનગરી નાશ પામી.')
આ પ્રમાણે તેની કવિતાથી અતિશય પ્રસન્ન થયા છતાં જરા વિચાર કરીને રાજાએ કહ્યું: “તમે સર્વશાસ્ત્ર પારંગત છતાં “ધારાં વસ્ત થઈ' એવું પદ જે કહ્યું તે કાંઈક ઉત્પાતનું સૂચન કરે છે.”
૪૦ ડાહલદેશના રાજાને દેમતી નામની રાણી હતી, જે મહાગિની હતી. એક વખત તેને સુવાવડ આવવાની હતી ત્યારે તેણે જોષીઓને પૂછયું કે “ક્યા શુભ મુહૂર્તમાં છેક જન્મે તે એ ચક્રવતી થાય?” ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરીને “જ્યારે સૌમ્ય ગ્રહો ઉગ્રરાશીના અને કેન્દ્રસ્થ હોય અને ક્રર ગ્રહે ત્રીજા, છઠ્ઠા અને ૧૧મા ઘરમાં હોય એવા અમુક પપલગ્નમાં ઉત્પન્ન થયેલો પુત્ર ચક્રવર્તી થાય છે” એમ કહ્યું.
આ સાંભળીને જે વખતે સુવાવડ આવવાની હતી તે વખત પછી પણ સોળ પ્રહર સુધી ગની યુક્તિથી ગર્ભને રોકી રાખીને જોષીઓએ કહેલા ૫૫ આ ગ્રહ સ્થિતિ માટે જુઓ લઘુજાતક (૯-૨૫) નું નીચેનું વર્ણનઃ
एकोऽपि नृपतिजन्मप्रदो ग्रहः स्वोच्चगः सुहृदृटः । बलिभिः केन्द्रोपगतैः त्रिप्रभृतिभिरव निपालभवः ॥
ટેનીનું અંગ્રેજી ભાષાંતર પૂ. ૭૨ ટિ, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org