________________
લેાજ અને ભીમના પ્રમધા
૧૦૩
શુભ લગ્નમાં જ કર્ણ નામના પુત્રને તેણે જન્મ આપ્યું. આ રીતે ગર્ભને રોકી રાખવાના દોષથી તે પાતે તે પછી આઠમે પહેરે મરણ પામી.
અને તે પુત્ર શુભલગ્નમાં જન્મેલો હાવાથી તેણે પાતાના પરાક્રમથી દિશાઓને વશ કરી અને એકસે ત્રીશ રાજાએ તેની સેવામાં રહેવા લાગ્યા. તે ચારે વિદ્યાએામાં પરમ પ્રવીણ હતા. તથા વિદ્યાપતિષક વગેરે મહાકવિએ તેની નીચે પ્રમાણે સ્તુતિ કરતાઃ——
(૯૪) મુખમાં દ્વારાવાપ્તિ (છાતી ઉપર હારને બદલે માઢામાં અરેરાટી ), એ નેત્રા ઉપર કંકણના ભાર, ( કંકણ એટલે અહીં હાથમાં પહેરવાની ચુડલી નહિ, પણ આંસુનાં ટીપાં), નિતંબ ઉપર પત્રાલી ( પત્રાલી એટલે ચંદનની ચર્ચા તે વ્હેલાં કપાળ ઉપર જે સ્ત્રીઓ કરતી તે હવે નિતંબ ઉપર પત્રાલી એટલે પાંદડાં બાંધે છે ) અને એ હાથમાં તિલક (વ્હેલાં પેાતાના કપાળમાં તિલક કરતી તે હવે મહેનતથી હાથમાં તિલક જેવા ડાધ ધારણ કરે છે) હે કહ્યું, તમારા શત્રુઓની સ્ત્રીએ વિધિને વશ થઇને, જંગલમાં, હાલમાં ઉપર કહ્યું તેવી રીતે અપૂર્વ અલંકારો ધારણ કરે છે.
(૯૫) હૈ કર્ણરાજા ! હાલમાં લક્ષ્મી ગોપીઓના પીન સ્તનેાથી ધસાયેલી વિષ્ણુની છાતીને ત્યજીને કમળની શંકાથી તમારા મૈત્રાને આશ્રય કરીને રહી છે એમ માનું છું. કારણÈ જે તરફ તમારી ભમર (મીઠી નજર ) પડે છે ત્યાં બીકથી ભાંગી પડે એવી દરિદ્રતાની મુદ્રા (સીલ) તુટી જાય છે.
ઉપર પ્રમાણે જેની કવિએ સ્તુતિ કરતા હતા તે કર્ણરાજાએ એક વખત દૂત મારફત રાજા ભાજતે કહેવરાવ્યું કે “તમારા નગરમાં તમે કરાવેલાં ૧૦૪ મંદિર છે. અને એટલાજ તમારા ગીત પ્રબન્ધા૫૭ છે. અને એટલાંજ
૫૬ વિદ્યાપતિ નામના એક કરતાં વધારે કવિએ થઈ ગયા જણાય છે. મિથિલાના રાન્ત શિવસિંહે વિ. સ. ૧૪૫૫ના એક લેખમાં પુરૂષ પરીક્ષાના લેખક કવિ વિદ્યાપતિને એક ગામનું દાન આપ્યાનું લખ્યું છે. પણ મેરૂત્તુંગ જેની વાત કરે છે તે એ નહિ. આ તા ચાલુક્ય રાજા વિક્રમાંક પાસેથી વિદ્યાપતિનું બિરૂદ મેળવનાર (જીએ વિક્રમાંક દેવ ચરિત સ. ૧૮ શ્ર્લા, ૧૦૧ ) બિહુણ કવિ હેવાને સભવ છે. એ આ કના સમકાલિન હતા. (જીએ કૈમુઠ્ઠી ૧૯૩૩ ફેબ્રુઆરીમાં વિદ્યા પતિ બિહણ ’).
.
૫૭ રાજા ભાજના રચેલા અનેક ગ્રન્થા મનાય છે. રાજમૃગાંક, રાજમાર્તંડ વગેરે જ્યાતિષના, સરસ્વતી કંઠાભરણુ ( અલકારના ગ્રંથ ), રાજમાર્તંડ ( યોગશાસ્ત્ર ) પૂર્વમાર્તંડ (ધર્માંશાસ્ત્ર ), સમરાંગણ સૂત્ર ( શિલ્પ ), ચમ્પૂરામાયણ ( કાવ્ય) વગેરે અનેક વિષયાના અનેક ગ્રન્થે ભેજને નામે ચડેલા છે. પણ એણે જાતે કેટલા લખેલા હશે અને કેટલા પડિતા પાસે લખાવી પેાતાને નામે ચડાવ્યા હશે એ કાણુ કહી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org