________________
ભોજ અને ભીમના પ્રબ
૧૦૧ દેવીને નમસ્કાર કરવા હમેશાં જતા તે રીતે ગયેલા ત્યારે તેની ભક્તિથી પ્રસન્ન થયેલી દેવીએ રાજાને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે “શત્રુનું સૈન્ય નજીક આવી ગયું છે માટે તરત ચાલ્યા જાવ ” આ વચનથી તરત પાછા વળી નીકળેલા રાજાએ ક્ષણમાં પિતાને ગુજરાતના લકરથી વીંટાયેલ જોયો. એટલે વેગવાળા ઘોડા ઉપર બેસીને ભાગતો હતો ત્યાં ધારાનગરના દરવાજામાં પેસતાં આસૂયા અને કેલ્યા નામના ગુજરાતના ઘેડેશ્વારોએ તેની ડોકમાં ધનુષ્ય નાખીને “મારવામાં આટલી વાર છે પણ છોડી દઈએ છીએ” એમ કહી છેડી દીધો-૫૪
(૯૧) આ ગુણવાન છે તે ભલે નમે, એમ વિચારીને ગુણવાળું ધનુષ્ય ભેજના ગળામાં નાખ્યું અને ભોજને ઘોડા ઉપરથી પાડી દીધો.
આ પ્રમાણે અધવાર પ્રબંધ પૂરે થયો.
૩૮ એક વખત તે રાજા સ્વારીથી પાછા વળતાં શહેરના દરવાજામાં પિતાની મેળે ચાલતા ઘોડા ઉપર બેસીને પ્રવેશ કરતા હતા ત્યાં લોકોને ગભરાયેલા તથા અહીંતહીં દેડતા જોઈને તપાસ કરી તે લોકોની ભીડને લીધે માથું હલવાથી જેનું છાશનું કામ ભાંગી ગયું છે અને છાશ નદીના પ્રવાહ પેઠે વહી જાય છે એવી છાશ વેચનારી હસતી ઉભી છે. એ જોઇને રાજાએ તેને પૂછ્યું કે “તને ખેદ નથી થતે તેનું શું કારણ?” ત્યારે તેણે કહ્યું –
(૨) જે હું રાજાને હણીને, પતિને સર્ષથી મરેલો જોઈને, બીજા દેશમાં ભાગ્યગથી ગણિકા થઈ અને ત્યાં વળી દીકરા સાથે સંભોગ થવાથી ચિતામાં
૫૪ નીચેને હેક મેરૂતુંગે સોમેશ્વરની કીર્તિકામુદીમાંથી ઉતર્યો છે અને એ લોક ઉપરથી જ આ વૃત્તાન્ત ગોઠવ્યું હોવાનો સંભવ છે. મેરૂતુંગ પહેલાંના બીજ કોઈ ગ્રંથમાં આ વાત નથી. છેક ધારાનગરનાં પરાં સુધી ગુજરાતનું લશ્કર આવે અને ધારાના રાજાને ખબર ન પડે એ વાત માનવા યંગ્ય લાગતી નથી. એ વખતના રાજાઓ જાસુસખાતું રાખતા એમ પ્રબંધકાર જ કહે છે. આ કથામાં કાંઈક સત્યાંશ હોય તે જ ઘણીવાર ચિતેડમાં રહેતા (જુઓ જીનપ્રભસૂરિના વિવિધતીર્થ કહ૫માં વિમલ વૃત્તાન્ત) અને ચિત્તોડથી માળવે જતાં રસ્તામાં કઈવાર ગુજરાતની સરહદની નજીક ગુજરાતના લશ્કર સાથે ભેટે થઈ ગયા હોય અને ભોજ પાસે ડું લશ્કર હોવાથી તેને ભાગવું પડ્યું હોય એ સંભવિત છે.
આ લેક મેરૂતુંગે કીતિ મુદીમાંથી ઉતાર્યો છે, પણ પાઠમાં ઘણો ફેર છે. એટલું જ નહિ પણ અર્થ અસ્પષ્ટ છે અને પાઠ ભ્રષ્ટ છે. જુઓ મૂળ ઍક ઉપરની ટિપ્પણી. કદાચ મેરૂતુંગે યાદદાસ્ત ઉપર આધાર રાખે હશે. કે. કૈ. ના પાઠને અર્થ નીચે પ્રમાણે છે: –આ ભેજ રાજા ગુણવાન છે એમ જાણીને જ ભોજના કંઠમાં આવેલા ગુણવાળા ધનુષ્ય જાતે નાશ પામતાં ભેજને ઘોડા ઉપરથી ન પાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org