________________
પ્રબંધ ચિંતામણી ખેદ પામેલ હોય તેમ પિતાના પુત્ર રૂપ થશના ટેકાથી વૃદ્ધ થયેલે ગુણોને સમુહ તપ કરવા માટે જાણે સમુદ્ર કાંઠે આવેલાં તપોવનમાં ચાલ્યો ગયો.
(૬૪) ધનુષ્ય ધારણ કરનાર શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્યવ્રત આપનાર આપ જ્યારે કુદ્ધ થઈને દિગ્દર્યો કરવા માટે દિશાઓમાં ભમવા માંડયા ત્યારે બીજી સ્ત્રીઓની તો વાત જ શું કરવી ? પણ રતિએ પણ મદાધ ભમરાઓની કાળાશથી કાળા કપડાંથી વીંટેલું હોય એવું દેખાતું ફનું ધનુષ્ય કામદેવના હાથમાં ન આપ્યું.
(૬૫) હે દેવ, ચીંતારૂપ ઉંડા કુવામાંથી, નિરંતર ફરતા અતિકરૂપ રેટ વડે બચેલાં, વિશાળ નેત્રરૂપ ઘટી યંત્રમાંથી નાકની દાંડીના વિષમમાર્ગથી પડતાં આંસુની ધારનાં પાણીને તમારા શત્રુઓની નીસાસા નાખતી સ્ત્રીઓ સ્તનરૂપ બે કળશવડે કાયમ રહે છે.
ઉપર પ્રમાણે આખાં કાવ્યો વંચાઈ ગયા પછી નીચેનું અધું કાવ્ય મળ્યું--
(૬૬) ૩૪ ખરેખર પહેલાં કરેલાં કર્મોને વિષમ વિપાક જીવને ભોગવવો પડે છે.
આનું ઉત્તરાર્ધ અધુરાં પદ્યો પુરાં કરનારે સેંકડે પંડિતએ પૂરું કરી આપ્યું પણ તેને ઉપરના અર્ધા સાથે બરાબર મેળ ન બેસવાથી છેવટ રાજાએ ધનપાલ પંડિતને પૂછયું અને તેણે નીચે પુરું કર્યું –
(દાખલા તરીકે જુઓ ) રાવણનાં જે માથાઓ શંકરના મસ્તક ઉપર શોભતાં હતાં તે માથાઓ, હરિ, હરિ, ગીધની પાટુઓથી (ધૂળમાં) રગડાય છે.
આ ધનપાલે પૂરા કરેલા ઉત્તરાર્ધને પૂર્વાર્ધ સાથે બરાબર મેળ બેસે છે, એમ રાજાએ કહ્યું ત્યારે પંડિતે કહ્યું કે જે રામેશ્વરની ભીંતની પ્રશસ્તિ માં આજ રચના અને આજ અર્થ ન હોય તે આજથી જીવિતના અન્નપર્યત મારે કવિત્વનો સંન્યાસ જ લેવા. આ પ્રમાણે તેની પ્રતિજ્ઞા સાંભળીને તરતજ ખારવાઓને લઈને વહાણને સમુદ્રમાં ઝુકાવ્યું અને છ મહિને તે 1 ૩૪ ૬૬ મા લોકનું સાચું ઉત્તરાર્ધ ધનપાલે પૂરું કર્યાની કથા આજ પ્રમાણે પ્રભાવકચરિત [મહેન્દ્ર પ્રબંધ] માં છે. અને રનમંદિરગણું તે મેરૂતુંગના જ શબ્દ ઉતારે છે. પણ બલ્લાલના ભેજ પ્રબંધમાં માછીમારે નર્મદામાંથી પથરે લઈ આવે છે, અને કાલિદાસ ઉત્તરાર્ધ પૂરું કરે છે, એ રીતે વર્ણન છે. જો કે એ પ્રસંગ નિર્ણયસાગરવાળા સંસ્કરણમાં નથી. ૧૮૯૫ વાળામાં છે. મૂળ લેક હનુમન્નાટકમાં છે, જુઓ મૂળમાં સંસ્કૃત શ્લેક નીચેની ટિપ્પણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org