________________
૮૯
ભોજ અને ભીમના પ્રબંધે ( સમુદ્રમાં રહેલા ) મંદિર પાસે પોચી જઈ ફરી મીણની પાટલી મુકી જોતાં આજ ઉત્તરાર્ધ મળી બાવ્યું. એ જોઇને તેને (ધનપાલન ) એગ્ય પારિતોષિક રાજાએ આપ્યું. આ પ્રમાણે ખંડપ્રશસ્તિ સંબંધી ઘણું કાવ્યો મૃતપરંપરાથી ૫ કહેવાય છે.
૨૫ એક વખત રાજાએ “હમણું સેવામાં (રાજા પાસે હાજર થવામાં) કેમ શિથિલતા દેખાય છે?” એમ ધનપાલને પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપો કે “હમણાં હું તિલક મંજરી નામના ગ્રંથ રચવામાં રોકાયેલો છું.” પછી શીઆળાની રાતના છેલ્લા પહેરવખતે રાજાને કાંઈ વિનોદનું સાધન નહાવાથી ૩૬ તે તિલક મંજરી ગ્રન્થની પહેલી લખેલી પ્રત લઈ આવીને પંડિતે વાંચવા માંડી. અને તે વંચાતાં તેને રસ નીચે ન ચુઈ જાય માટે પુસ્તકની નીચે કાળાવાળે સેનાને થાળ રાખે. અને તે પુસ્તક પુરું થતાં તેની સરસ કવિતાથી ચિત્તમાં વિસ્મય પામીને રાજાએ પંડિતને કહ્યું. “તમે આ કથામાં નાયક તરીકે મારું નામ મુકે, અને વિનતાને બદલે અવંતી નામ મુકે અને શક્રાવતાર તીર્થને ઠેકાણે મહાકાળનું નામ મુકે તો તમે જે માગો તે તમને આપું.” ત્યારે પંડિતે જવાબ આપ્યો. “આગીઆ અને સૂર્ય વચ્ચે, શરસવના દાણું અને મેરૂ પર્વત વચ્ચે, કાચ અને કાંચન વચ્ચે, તથા ધતુરા અને કલ્પવૃક્ષ વચ્ચે જેવું મોટું અંતર છે તેવું તમે કહેલાં નામો અને કથાનાં નામો વચ્ચે છે –
(૭) હે! બે મોઢાવાળા, નિરક્ષર, ને લેહમય દાંડીવાળા ( લોભી બુદ્ધિવાળા ) ત્રાજવા (રાજા ! )! તને શું કહીએ ? ચણોઠી સાથે સેનાને તોળનાર તે પાતાળમાં કેમ ન ગયે ?”
આ પ્રમાણે પંડિતે આક્રોશ કરી મુક્ય એટલે શ્રી ભોજે તે મૂળ પ્રતને ભડભડ બળતા અગ્નિમાં નાખી દીધી. પછી તે પંડિત૮ બે રીતે
૩૫ આ વાક્યને અર્થ એવો લાગે છે, કે આ કથાને લગતાં બીજા કાવ્યો પણ પ્રચલિત હશે. રત્નમદિર ગણુએ ૬૩, ૬૪, ૬૫ લોકોને બદલે જુદાજ લેકો આપ્યા છે. બાકીની કથા સરખી જ છે.
૩૬ જૂના વખતના રાજાઓની સંમાન્ય દિનચર્યા પ્રમાણે જે ચાલે તે રાજાઓ રાતને છેલ્લે પહોર બાકી હોય ત્યારે જ ઉઠતા અને એ વખતે કાંઈક ધાર્મિક કથા વાર્તા સાંભળતા. ગઈ પેઢી સુધી કેટલાક રાજાઓ આ ઘોરણ પ્રમાણે વર્તતા.
૩૭ ધનપાલને રચેલે તિલકમંજરી ગ્રંથ મળે છે અને છપાઈ ગયો છે.
૩૮ બે રીતે નિર્વેદ પાસે એને અર્થ રનમંદિર ગણિના ભેજ પ્રબંધના ભાષાંતરની ટિપ્પણમાં ૧) ખેદ પામેલો અને (૨) વેદ એટલે શાસ્ત્ર વગરને એવો કર્યો છે અને નીચા મોઢાવાળાને બીજો અર્થ માન ધારણ કરેલ એવો કર્યો છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org