________________
પ્રબંધ ચિંતામણી ૨૨ વળી એક વખત ધનપાલે અષભપંચાશિકાતુતિ રચી. વળી ૩૨સરસ્વતી કંઠાભરણ નામના મહેલમાં પિતે રચેલી પ્રશસ્તિની પટ્ટિકા ધનપાલે રાજાને બનાવી. તેમાં નીચેને લેક લખ્યો હતો.
(૫૬) આ બળવાન જુવાને પૃથ્વીને ઉદ્ધાર કર્યો, શત્રુની છાતી ચીરી નાખી અને બલિરાજ્યલક્ષ્મી સ્વાધીન કરી, (મતલબકે) પુરાણુ પુરૂષે– (ઈશ્વરે) ત્રણ જન્મમાં જે કર્યું, તે આણે એક જન્મમાં કર્યું.
(ધ–વરાહ અવતાર, નરસિંહ અને વામન અવતારનાં કામ સાથે સરખામણી છે. વરાહ અવતારે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. નરસિંહે શત્રની છાતી ચીરી નાખી અને વામને બલિ દૈત્યની રાજ્યલક્ષ્મી હરી લીધી. આ જુવાનના સંબંધમાં બલી એટલે બળવાન શત્રુ)
આ કાવ્યથી ખુશ થઈને તે પફ્રિકાના પારિતોષિકરૂપે સેનાનો કળશ રાજાએ આપ્યો. એક વખત તે પ્રાસાદમાંથી નીકળતાં તેના દ્વારના ગેખ લામાં રતિ સાથે હાથતાળી દેતી કામદેવની મૂર્તિ જોઇને રાજાએ કામદેવના હાસ્યનું કારણ ધનપાલે પૂછયું. ધનપાલે નીચે લેક કહ્યો –
(૫૭) ત્રિભુવનમાં જેને સંયમ પ્રખ્યાત છે એવા તેજ શંકર હવે વિરહથી બહીને સ્ત્રીને પિતાના શરીરમાં ધારણ કરે છે, તેથી “આ શંકરે મને જીત્યો હતે !” એમ હસવું આવીને પ્રિયાના હાથમાં પિતાના હાથની તાળી આપનાર કામદેવ જય પામે છે.
(૫૮) એક દિવસે વળી શિવમંદિરમાં ભૃગી ગણને દુર્બળ ચીતરેલ જેઈને રાજાએ પૂછયું કે આ ભૂંગી દુબળો કેમ છે? ત્યારે ધનપાલે કહ્યું –
(૫૯) જે આ શંકર દિગબર રહે છે તે એને ધનુષ્યનું શું કામ છે ? અને ધનુષ્ય રાખે તે ભસ્મ શા માટે? જે ભસમ ચોળીને રહેવું હોય તે સ્ત્રી શા માટે જોઈએ ? અને સ્ત્રી રાખે તો કામને દેષ શા માટે કરે છે? આ પ્રમાણે પિતાના ધણીની પરસ્પરવિરૂદ્ધ એવી ચેષ્ટા જોઈને, આ ભેગી જાડી શિરાઓથી ઢંકાએલું હોવાથી કઠેર દેખાતું અને માત્ર હાડકાં જ જેમાં બાકી રહ્યાં છે એવું શરીર ધારણ કરે છે.
- ૩૧ આ ધનપાલની રચેલી ગષભપંચાશિકસ્તુતિ મળેલી છે અને કાવ્યમાળામાં છપાયેલ છે.
૩૨ રાજા ભેજે સરસ્વતી કંઠાભણ નામને અલંકારને ગ્રંથ રચ્યો છે, એ પ્રસિદ્ધ છે. પણ મેરૂતુંગ ભેજના મહેલનું નામ સરસ્વતીકંઠાભારણ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org