________________
સેાજ અને ભીમના પ્રબંધા
૮૫
અને “હિંસા શાસ્ત્રને ઉપદેશ કરનારા તથા હિંસક સ્વભાવવાળાએને બ્રાહ્મણરૂપ રાક્ષસેા જાણવા” એમ કહી, રાજાને જૈન ધર્મ તરફ વાળ્યા.
((
""
k
૨૧ એક વખત રાજા સરસ્વતી કંઠાભરણુ નામના મહેલમાં ફરતા હતા; ત્યાં હંમેશાં સર્વજ્ઞ શાસન (જૈન ધર્મ )ની પ્રશંસા કરતા પંડિત ધનપાલને કહ્યું કે “ તમે કહો છે તેમ કદાચ તમારા માર્ગમાં વ્હેલાં સર્વજ્ઞ થઇ ગયા હશે પણ હાલમાં કયાંય વિશેષ જ્ઞાન છે?” ત્યારે “ અર્હતે કરેલા અહઁચૂડામણિ નામમા ગ્રંથમાં ત્રણ જગમાં રહેલા પદાર્થોનું ત્રણે કાળના સ્વરૂપનું જ્ઞાન છે. એમ ધનપાલે કહ્યું. એ વખતે ત્રણ દ્વારવાળા મંડપમાં ઉભેલા રાજાએ ધનપાલને “હું કયા દ્વારમાંથી બ્હાર નીકળીશ એ કહેા જોઇએ ?” એમ પૂછ્યું. આ રીતે રાજાને, શાસ્ત્ર ઉપર કલંક મુકવા તૈયાર થયેલા જોઇને “ બુદ્ધિમાત્રા ત્રયે! દીક॰” એ લોકેાક્તિને સાચી પડતાં ભાજપત્ર ઉપર રાજાના પ્રશ્નનો નિર્ણય લખીને તે ભાજ પત્ર માટીના ગાળામાં મુકી એ છાબડી ઉપાડનારને આપીને “ દેવ ! હવે ચાલો ” એ રીતે રાજાને કહ્યું. રાજાએ તે તેની બુદ્ધિકુશળતાના સંકટમાં પડેલા પેાતાને માનીને તથા આ ત્રણ દ્વારમાંથી એકમાંથી નીકળવાને નિર્ણય લખ્યા હશે એમ વિચાર કરીને, કડીઆ પાસે મંડપની વચ્ચેના કમળ વાળી શિલા તાડાવી, એ રસ્તે બહાર નીકળી, પછી પેલા માટીને ગેાળેા ઉખેડી તેમાંના અક્ષરે વાંચ્યા, તે તે જ રસ્તે મ્હાર નીકળવાનું લખેલું જોષ્ઠને રાજાનું ચિત્ત આશ્ચર્યથી પ્રફુલ થઈ ગયું અને તેણે જિનશાસનની જ પ્રશંસા કરી લખ્યું છે કેઃ—
(૫૫) હિર એ આંખથી જે નથી જોઇ શક્તા, શંકર ત્રણ આંખથી જે વસ્તુ નથી જોઇ શકતા, બ્રહ્મા આઠ આંખથી જે નથી જોઈ શકતા, કાર્તિકસ્વામી બાર આંખથી જે નથી જોઈ શકતા, રાવણ વીશ આંખથી જે ન જોઇ શકયા, ઇન્દ્ર એક હજાર આંખથી જે નથી જોઇ શકતા અને સમગ્ર જનતા જે અસંખ્ય નેત્રાથી પણ નથી જોઈ શકતી તે વસ્તુ બુદ્ધિશાળી માણસ બુદ્ધિ નેત્રથી સ્પષ્ટ જોઈ શકે છે.
૨૯ આ ને મળતી ‘ કયા દ્વારમાંથી નીકળીશ' એ પ્રશ્નની કથા ચહાર રમકાલ નામના એક મુસલમાની ગ્રંથમાં પણ મળે છે. એ ગ્રંથકાર ઇ. સ. ૧૧ મા શતકમાં ગઈ ગયા છે. (જુએ ઢાનીના ભાષાંતરના Agendaમાં પૃ. 20)
૩૦ આ ‘ બુદ્ધિમાત્રા યાદશી ’ના બરાબર ભાવાર્થ હુ સમજતા નથી, પણ બુદ્ધિથી બધી મુશ્કેલીના માર્ગ નીકળી શકે છે. એમ અભિપ્રાય જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org