________________
સમર્થ સમાધાન ગાથા ૨૫ ને અર્થ–એટલા માટે એ કર્મોના અનુભાગ બંધ વગેરેને જાણીને પંડિત પુરૂષ તેનો સંવર કરવામાં અર્થાત્ આવતા કર્મોને રોકવામાં તથા પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરવામાં પ્રયત્ન કરે, એમ હું કહું છું.
પ્રશ્ન-૧૬૪૪; અભવ્ય, ઉપરની વય સુધી જાય છે, એવું તો ભગવતી, નવણુની ટીકાથી સિદ્ધ છે. મૂલપાઠમાં “અસંયત ભવ્ય દ્રવ્ય દેવ ? શબ્દ તો છે, પરંતુ અભવ્ય ઐયક સુધી જાય છે, એવો શબ્દ કઈ જગ્યાએ છે ?
ઉત્તર :- ભગવતી સૂત્રના ૪૦મા શતકમાં સંજ્ઞીમહાયુગ્મ છે. તેના એકવીસ અંતર શતક છે, તેમાંથી ૧૫ થી ૨૧ સુધીના અભવીને ૭ અંતર શતક છે. પંદરમાં અંતર શતકમાં અભવીના પ્રશ્ન છે. અહિંયા અભવી જીવનું અનુત્તર વિમાનથી આવવું (ઉવના) તથા જવું (ઉપપત) નિષેધ કર્યું છે. બાકી કેઈ સ્થાન વર્જિત કર્યું નથી. તેથી સ્પષ્ટ છે કે અભવી નવ ઝવેયકમાં છે. એટલા માટે ત્યાંથી તેઓની ઉદ્દવર્તના (ચ્યવન) થાય છે. અહિંથી નવ વેયકમાં હાલમાં પણ જીવ જાય છે. તેથી તેમને ત્યાં ઉપપાત છે. આગળ ૧૭ થી ૨૧ મું અંતર શતક સમ્મિલીત જ કહ્યું છે. તેમાં ૨૧મું અંતર શતક અભવી શુકલ લેશ્યાનું છે. અભવી શુકલ લેગ્યાની સ્થિતિ અંતમુહર્ત અધિક ૩૧ સાગરોપમની બતાવી છે. આથી અભવીનું ઉપરની ગ્રેવેયક સુધી જવું એ સિદ્ધ થાય છે. કારણ કે આનાથી વધારે શુકલ લેસ્થાની સ્થિતિ અનુત્તર વિમાનને નિષેધ હોવાથી હોતી નથી. સંપૂર્ણ ૪૦મું શતક જોઈ લેવાથી આ બધોય વિષય સ્પષ્ટ થઈ જશે. આ પ્રશ્ન-૧૬૪૫ : શું મારું એ અનુમાન સાચું છે કે ઇન્દ્ર દેવ-દુષ્યને ફાડીને તીર્થંકરના ગળામાં નાંખતા હશે. જેથી બંને તરફના ગુપ્ત અંગ ઢાંકેલા રહેતા હશે?
ઉત્તર : “અભિધાન રાજેન્દ્ર કષના ચોથા ભાગમાં “તિત્યાર” શબ્દ પર ૧૨૫ દ્વાર કહ્યા છે. જેના ત્રીજા દ્વારમાં એવું બતાવ્યું છે કે, તીર્થકર એટલા માટે વસ્ત્ર ધારણ કરે છે કે, તેમના તીર્થ (સાધુ આદિ સંઘ) વસ્ત્ર સહિત જ હોય છે, પરંતુ તીર્થકરેને માટે લજજા આદિ ઢાંકવા માટે વસ્ત્ર હોતા નથી. ચેરાણુમાં દ્વારમાં કહ્યું છે કે
વોચ અક્ષણ પૂરું, હૂહૂ વરૂ સરના, ખભા પર વસ્ત્ર રાખવાથી તે ૧૩ મહિનાથી પડી ગયું, આ વાત બરાબર ઠીક લાગે છે. જે ગળામાં રાખ્યું હોય તે પછી તે વસ્ત્ર પડી ગયું એવી કલ્પનાને સ્થાન નથી, છતાં તે વસ્ત્ર સડીને, ફાટીને નીચે પડી જાય, અથવા તે વસ્ત્ર કાઢી નાખીને ફેંકી દે, તે તે વાત જુદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org