________________
ભાગ ત્રીજો
આચારાંગ અ. ૯ ગા. ૨ માં “વું છુ ગળુ પિં ” શબ્દ આપ્યું છે. તેથી તે વસ્ત્ર ધારણ કરવાનું એક માત્ર એ જ કારણ હતું, કે પહેલા બધા તીર્થકરોએ દેવદુષ્ય–વસ્ત્રને ધારણ કર્યું હતું. તેથી ભગવાનને માટે એ પૂર્વ આચરિત ધર્મ હતો. આ ગાથાની ટીકામાં ઘણી સ્પષ્ટતા કરી છે. પ્રાયઃ તેને અનુવાદ બીકાનેરવાળા આચારાંગ સૂવમાં છે, તે દેખવા ચોગ્ય છે.
પ્રશ્ન-૧૬૪૬: શું બધા બાદર વાયુકામાં વૈક્રિય-લબ્ધિ હોય છે ? તથા શું એ જરૂરી છે કે વાયુ વેકિય વિના ન ચાલી શકે? : ક
ઉત્તરઃ સૂકમ વાયુકાયના અપર્યાપ્તા, પર્યાપ્તા, બાદર વાયુકાયના અપર્યાપ્તા, આ ત્રણમાં તે, વૈક્રિય લબ્ધિ નથી. બાદર વાયુકાયના પર્યાપ્તામાં વેકિય લબ્ધિ છે, પરંતુ તેમાં પણ બધામાં નહિ અથવા બાદર વાયુકાયના પર્યાપ્તા જેટલા જીવ છે તેમાંથી સંખ્યામાં ભાગના જીવોને વેકિય લબ્ધિ છે. આ બાબત પન્મવર્ણના બારમા પદની ટીકામાં બતાવેલ છે. વાયુકાયનું ચાલવું ત્રણ પ્રકારનું હોય છે. ૧. પોતાના સ્વભાવથી, ૨. વિદુર્વણા (કિય) કરવાથી, ૩. વાયુકુમાર જાતિના દેવ-દેવીઓ દ્વારા વાયુકાયની ઉદીરણ કરવાથી. આ વર્ણન ભગવતી શ. ૫ ઉ. ૨ માં છે.
પ્રશ્ન-૧૬૪૭: સાધુઓના બાવન અનાચારમાં પંદરમો અનાચાર આંગળી વગેરેથી મંજન (માલીશ) કરવાનો છે, તો આ ભેજનની પહેલાં સમજવું કે ભેજન ઉપરાંત સમજવું ?
ઉત્તર : ભેજનના પહેલાં કે પછી, દાતણ કરવાની સાધુઓને માટે મનાઈ છે જે ભેજન કર્યા પછી દાંતેમાં રહેલા અંશને સાફ કરીને કાઢી નાખવામાં આવે છે તેને દાતણ કર્યું કહી શકાય નહિ. તેથી તે ભજનના અંશને સાફ કરીને આંગળીથી કાઢી નાખ, એ સાધુ માટે ઉચિત છે તથા કેઈના દાંતમાં તકલીફ હોય તથા તે કારણે દવા લગાવવી પડે, તે પણ તેમાં દાતણ કરવાના ભાવ ન હોવા જોઈએ. દાતણના તથા વિભૂષાના ભાવ થાય તે તેને પ્રાયશ્ચિતનું કારણ બતાવેલ છે.
પ્રશ્ન-૧૬૪૮ : સમૃમિ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે, છતાં પણ અનુગદ્વાર સૂત્રમાં પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એમ બે ભેદ કઈ અપેક્ષાએ કહ્યા છે?
ઉત્તરઃ સમૂચ્છિમાં મનુષ્યમાં પણ સૌની સ્થિતિ સરખી હોતી નથી. તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ હોય છે તેમજ જઘન્ય સ્થિતિવાળા પણ હોય છે. જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય છે, તેઓને પર્યાપ્ત માન્યા છે અને બાકીનાને અપર્યાપ્ત માન્યા છે. આમ તે બધા ચોથી પર્યાપ્તિના અપર્યાપ્ત રહીને જ કાળ કરે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org