________________
ભાગ ત્રીજો
૫૭
ઉત્તરઃ સ્વાભાવિક રૂપે તે નવમા દેવલોકથી બારમા દેવલોક સુધી મન પરિચારણું છે. પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ત્યાંના કેઈ કઈ દેવ અન્ય પરિચારણ પણ કરી લે છે. જેમ કે અહિંયા પણ કોઈ મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરીને અનંગકીડા, પશુ વગેરે સાથે મૈથુન પણ કરી લે છે. એ જ પ્રમાણે તે દેવ પણ નીતિ મર્યાદાનું ઉલ્લંઘન કરીને અન્ય પરિચારણ કરે છે. ૨૧-૨૨ સાગરોપમ સુધી માતા-પિતા, સ્ત્રી, વગેરેની હૈયા ની એ જ ભવમાં તે કાયમ રહેતી નથી. પરંતુ તેઓ ભવાંતરના સંબંધી હોવાથી સ્ત્રી વગેરે પર અનુરાગી બનીને આલિંગન વગેરે કરે છે. આ અપેક્ષાએ આ ઉદાહરણ આપ્યું છે. આ રીતે આ આંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના હેવામાં કઈ હરકત જણાતી નથી.
પ્રશ્ન-૧૬૪૦: શ્રી ભગવતી સૂત્રમાં આ ઉલ્લેખ કઈ અપેક્ષાએ કરવામાં આવ્યો છે કે વાયુકાયના જીવ ઉપક્રમ વગર મરતો નથી?
ઉત્તર – વાયુકાયને જીવ ઉપક્રમ વગર મરતે નથી, એ ભગવતી સૂત્રમાં ઉલ્લેખ સપક્રમીની અપેક્ષાએ સમજવો. ભગવતી શ. ૨૦ ઉ. ૧૦ તથા પન્નવણે પદ૬માં વાયુકાયના જીવ નિરુપકમી તથા સે કમી અને પ્રકારના બતાવ્યા છે.
પ્રશ્ન-૧૬૪૧ : અવધિજ્ઞાની જ્યારે ક્ષેત્રથી ભરતક્ષેત્ર પ્રમાણુ પુદગલોને જાણે દેખે છે ત્યારે કાળથી ૧૫ દિવસ સુધીની પુદ્ગલ પર્યાયને જાણે દેખે છે, તે આ ૧૫ દિવસે ભૂતકાળના કે ભવિષ્યના? અથવા સાડા સાત દિવસ ભૂતકાળના અને સાડા સાત દિવસ ભવિષ્યકાળના ? એ કેવી રીતે છે?
ઉત્તર – સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ અવધિજ્ઞાનવાળાની જે કાળ મર્યાદા બતાવી છે તે પંદર દિવસ અતીતકાળના તથા પંદર દિવસ અનાગતકાળના સમજવા. એ. ખુલાસે નંદી સૂત્રની ટીકામાં છે. આ પ્રમાણે જ્યાં જ્યાં અવધિજ્ઞાનની જેટલી જેટલી મર્યાદા બતાવી છે ત્યાં એટલે જ ભૂતકાળ તથા એટલે જ ભવિષ્યકાળ સમજ.
પ્રશ્ન-૧૬૪ર : શું અકર્કશ વેદનીય મ મિથ્યાત્વીએ બાંધે છે ?
ઉત્તર :- અકર્કશવેદનીય કર્મ સાધુ સિવાય બીજુ કેઈ બાંધી શકતું નથી, ભાવપૂર્વક સાધુપણાની શુદ્ધપ્રવૃત્તિ કરવાથી જ અકર્કશ વેદનીય કર્મનો બંધ થાય છે. પરંતુ નિશ્ચય સમકિત અથવા સાધુપણું છે કે નહિ, તે કહી શકાય નહિ. આની પૃચ્છા ભગવતી સૂત્ર શ–૭ ઉ. ૬ માં કરી છે.
પ્રશ્ન ૧૬૪૩ ઉત્તરાધ્યયન અ. ૩૩ ગા. ૨૪-૨૫ નો અર્થ શું છે?
ઉત્તર : ગાથા ૨૪ને અર્થ સિદ્ધોને અનંતમા ભાગ (આ અનંત ભાગ પણ અભવ્યથી અનંત ગુણ જ સમજવો) જેટલા સ્કંધને જીવ દરેક સમયે ભગવે છે, એ બધા સ્કંધના પરમાણું ગણવાથી સર્વ જીથી અનંતગુણ અધિક થાય છે. (તે એકેક પરમાણુમાં જઘન્ય પણ સર્વ જીથી અનંતગુણ રસ વિભાગ પલિ છેદ થાય છે એવું પાંચમા કર્મગ્રંથની ૬૨મી ગાથાના અર્થમાં છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org