________________
સમથ-સમાધાન
માટે ઉપદેશ આપવો તે મુનિને કેવી રીતે કપે ! અર્થાત્ સ્થાનક બનાવવા માટે ઉપદેશ આપ તે મુનિમર્યાદાથી વિરુદ્ધ છે. એ જ પ્રમાણે તે સ્થાનક પર કબજે રાખ તે પણ સાધુ મર્યાદાથી વિરુદ્ધ છે.
ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓમાં પણ આ જ વાત કહેલ છે, કે સાધુ નિર્દોષ જગ્યાની આજ્ઞા લઈને ઉતરે, જેમકે દેવકૂલ, સભા, પરબ, મઠ, વૃક્ષમૂલ, આરામ, (બગીચે) ગુફા, ખાણ, ભારિગુફા, રશાલા વગેરે જગ્યાએ આજ્ઞા લઈને ઉતરે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આવેલી છે. ત્યાં ઉપાશ્રય, વસતિ, સેજા શબ્દ આ વેલો છે. પરંતુ મૂળપાઠમાં રથાન કે સ્થાનક શબ્દ નથી. આ બાબત તે પહેલાં જ સ્પષ્ટ થઈ ચૂકી છે કે સ્થાન (સ્થાનિક) શબ્દથી વિરોધ નથી. પરંતુ સદૈષ સ્થાનકથી વિરોધ છે.
પ્રશ્ન-૧૯૩૮: નવમા ગુણસ્થાનમાં મેહનીય કમની ર૧ પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ કહ્યો છે. માયા-કષાય સુધીનો ક્ષય અથવા ઉપશમ તે નવમા ગુણસ્થાનકના અંતિમ સમયમાં થાય છે. છતાં દસમા ગુણસ્થાનમાં કઈ અપેક્ષાએ “માયા વત્તિયા કિયા કહેવામાં આવી છે?
ઉત્તર : મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, જેમાં દસમાં ગુણસ્થાનમાં માત્ર સૂક્ષમ સંજવલન લોભને જ ઉદય હોય છે. બાકીની ૨૭ પ્રકૃતિ અને ક્ષય અથવા ઉપશમ હોય છે. માયા કષાયને ઉદય ન હોવા છતાં પણ માયાવત્તિયા ક્રિયા લાગવાનું કારણ નીચે પ્રમાણે છે.
અહિંયા માયાવત્તિયા ક્રિયામાં માયા કહેવાથી કપટરૂપ માયા–કષાય ન સમજતાં ઉપલક્ષણથી ક્રોધાદિ ચારેય કષાયને માયા સમજવી. અર્થાત્ ચારેયમાંથી કઈ પણ કષાયને કારણે જે ક્રિયા લાગે તેને માયાવત્તિયા ક્રિયા કહે છે.
પ્રશ્ન ૧૬૩૯; બારમા દેવલોક સુધીના દેવોના તેજસ શરીરની અવગાહના આંગલનાં અસંખ્યાતમા ભાગની કહી છે, તેમાંથી કોઈ દેવ મનુષ્યક્ષેત્રમાં આવીને પૂર્વ અનુરાગને કારણે સ્ત્રીની સાથે ભેગ ભેગવતે થકે મરીને એ જ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, આવું ઉદાહરણ પન્નવણું સુત્રની ટીકામાં આપ્યું છે. પરંતુ બારમા દેવલોકમાં પહેલા બીજા દેવલોકની જેમ કાયપરિચારણું તે નથી, ત્યાં તે મન પરિચારણું છે તથા એકવીસ-બાવીસ સાગરોપમનું આયુષ્ય કહ્યું છે તો એટલા સાગરેપમ સુધી તેના માતા-પિતા, સ્ત્રી વગેરે રહી શકતા નથી. તો પછી આ બધું કેવી રીતે સમજવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org